રાણ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: એક ફરાર

  • March 12, 2024 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના રાણ ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ કેશા સોનગરા, પ્રતાપ વનરાવન ચુડાસમા, જેસા રાણા પરમાર અને વલ્લભ ગોવિંદ હડિયલ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રોકડ રકમ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૨૫,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન રમેશ ડાયા નકુમ નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application