ભાણવડના વેરાડ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

  • April 11, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તેમજ એન.એન. વાળાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના વેરાડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલી ઝાડીમાં બેસીને ગંજીપત્તા વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા નિર્મલસિંહ બચુભા જાડેજા, રામદેવસિંહ નટુભા જેઠવા, હરદેવસિંહ નટુભા જાડેજા અને કિશોરસિંહ નટુભા જાડેજા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 11,260 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application