BREAKING NEWS

અમરેલીની વિધાસભા સંકુલની હોસ્ટેલમાં છાત્રને ચાર છાત્રએ મળી માર મારતા અડધું અગં ખોટું પડી ગયું

  • February 16, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોડા સમય પહેલા અમરેલીના શૈક્ષણિક સંકુલના સંચાલક ગિરીશ ભીમાણીનું પ્રવાસમાં છાત્રા સાથે અયોગ્ય વર્તન ના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં અમરેલી જિલ્લ ા વિધાસભામાં ધોરણ ૧૦ ના છાત્રોને ચાર વિધાર્થી દ્રારા માર મારવામાં આવતા વિધાર્થીઓનું અડધો અગં ખોટું પડી ગયું છે અને વિધાર્થીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે મારામારીની આ ઘટના અમરેલી જિલ્લ ા વિધાસભામાં હોસ્ટેલ વિભાગમાં ચાર દિવસ પહેલા મધરાતે બની હતી.
જાણવા મળતી વિગતો મુજબ અહીં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક છાત્રને તેના જ અન્ય મ પાર્ટનર જે ચાર છાત્રો દ્રારા કોઈ કારણોસર ઢીકાપાટોનો ઢોર મારવામાં આવતા છાત્રની હાલત મધરાતે જ બગડતા તેને સારવાર માટે પ્રથમ અમરેલીની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ છાત્ર અને એટલો મુંઢ માર મારવામાં આવ્યો હતો કે તેના શરીરનું અડધું અગં કામ કરતું બધં થઈ ગયું હતું. મૂળ સાવરકુંડલાના અને હાલ સુરતમાં રહેતા તેના પિતા એકના એક પુત્રની ગંભીર હાલત જોઈ રાજકોટ હોસ્પિટલ એ દોડી ગયા હતા જોકે હાલમાં છાત્રની હાલત ખતરા થી બહાર ગણાવાય રહી છે બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા અમરેલી જિલ્લ ા શિક્ષણ અધિકારી એમબી ગોહિલ તુરતં વિધાસભા ખાતે દોડી ગયા હતા અને હત્પમલો કરનાર વિધાર્થીઓના નિવેદન લીધા હતા તેમણે આ અંગે વિધા સભાને નોટીસ ફટકારી મન મનાવી લીધું હતું તો કે ખુલાસો પણ પૂછયો છે બીજી તરફ હોસ્ટેલમાંથી વિધાસભાના સંચાલકોએ આ હત્પમલો કરના ચાર વિધાર્થીઓને વિધાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને વિધાર્થીઓ હવે ઘરે રહીને ધોરણ ૧૦ ની પરીક્ષા આપશે આ ઘટનામાં નતો વિધાસભા દ્રારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે ન વિધાર્થીના વાલી દ્રારા હજુ કોઈ પોલીસ ફરિયાદ થયેલ નથી પણ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનાને દબાવવામાં આવી રહી છે સંસ્થાના સંચાલકો એન કે પ્રકારે પણ આ ઘટનાને દબાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ આ સંચાલકો દ્રારા જ ચલાવતી ચક્ર રોડ ઉપર આવેલી શૈક્ષણિક સંકુલ ના પ્રવાસ દરમિયાન કોલેજ વિભાગના સંચાલક ગિરીશ ભીમાણી દ્રારા છાત્રો અને છાત્રાઓને પ્રવાસ દરમિયાન અશ્લીલ હરકતો કરી હતી અને આ સંસ્થા દ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સામ દામ દડં ભેદ ની નીતિ અપનાવતી અમરેલી જિલ્લ ાની વિધાસભા તથા શૈક્ષણિક સંકુલ માં આવી ઘટનાઓ અવારનવાર છાપરે ચડી ચૂકી છે પણ કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી રાજકીય સાઠગઠ ધરાવતા આ સંસ્થાના સંચાલકો શિક્ષણનો પણ વેપલો માંડો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application