BREAKING NEWS

વડોદરાના ચાર વર્ષના અર્જુનનો આઈકયુ છે ૧૪૧: એલિટ આઈકયુ કલબમાં સામેલ

  • August 01, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેન્સામાં માત્ર ટોચના ૨ ટકા અને ઇન્ટરટેલમાં ટોચના ૧ ટકા બુદ્ધિમત્તા ધરાવતા લોકો જ સભ્ય બની શકે છે. માત્ર ૪ વર્ષની ઉંમરે આ બંને સંસ્થાઓમાં સ્થાન મેળવનાર અર્જુન ખૂબ જ દુર્લભ પ્રતિભા ધરાવે છે.ટાઇમ્સ આફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે કેનેડામાં લાયસન્સ પ્રા કિલનિકલ સાઇકોલોજિસ્ટ દ્રારા લેવાયેલી સ્ટેનફોર્ડ–બિનેટ ઇન્ટેલિજન્સ સ્કેલ્સ પરીક્ષામાં અર્જુને ૧૪૧નો ફુલ સ્કેલ આઈકયુ મેળવ્યો, જે તેને ૯૯.૭ પર્સેન્ટાઇલમાં સ્થાન અપાવે છે. તેનું વકિગ મેમરી ઇન્ડેકસ ૧૪૬ અને નોનવર્બલ આઈકયુ ૧૪૯ નોંધાયું, જે અનુક્રમે ૯૯.૯ અને ૯૯.૯૯ પર્સેન્ટાઇલથી પણ ઉપર છે. આ સિદ્ધિના આધારે તેને અમેરિકાના પ્રતિભાશાળી બાળકો માટેના ડેવિડસન યગં સ્કોલર્સ પ્રોગ્રામમાં પણ પ્રવેશ મળ્યો છે. જોકે, ટાઇમ્સ આફ ઇન્ડિયાના અહેવાલમાં કયાય પરીક્ષણ કરનાર કિલનિકલ સાઇકોલોજિસ્ટનું નામ નથી, કિલનિક અથવા સંસ્થાનું નામ નથી, પરીક્ષણની, તારીખ નથી, મેન્સા કે ઇન્ટરટેલનું સભ્યપત્ર નથી એટલે આ દાવાની ખરાઈ બાબતે પ્રશ્નો ઉઠી શકે છે.
અર્જુનના માતા–પિતાના જણાવ્યા મુજબ, તેની શીખવાની ઉત્સુકતા ખૂબ નાની ઉંમરથી જ જોવા મળી હતી. માત્ર દોઢ વર્ષની ઉંમરે તેણે સ્વતત્રં રીતે વાંચવાનું શ કયુ હતું અને બે વર્ષની ઉંમરે રસ્તાના સાઇનબોર્ડ, રેસ્ટોરન્ટના મેનૂ અને નકશા વાંચી શકતો હતો. તેને ગણિતમાં વિશેષ રસ છે અને તે ૨૦ સુધીના ગુણાકારના કોઠા, સંખ્યાઓના પેટર્ન અને ધોરણ ૫માં ભણાવવામાં આવતા ગણિતના વિષયો સમજવામાં આનદં અનુભવે છે.
ગણિત ઉપરાંત તેને માનવ શરીરમાં ઓકિસજન કેવી રીતે ફરે છે, સમ અને વિષમ સંખ્યાઓ અલગ રીતે કેમ વર્તે છે, બ્લેક હોલ, અનતં અને અવકાશ જેવા વિષયો વિશે પણ જાણવાની ઉત્સુકતા છે. હાલમાં તે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ગિટેડ એયુકેશન કોર્સ દ્રારા સેલ્યુલર બાયોલોજી અને હ્યુમન ફિઝિયોલોજીનો અભ્યાસ પણ કરી રહ્યો છે.અભ્યાસ સિવાય અર્જુનને ફટબોલ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, યોગ, પેઇન્ટિંગ, પિયાનો વગાડવો તેમજ ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા શીખવાનો પણ શોખ છે. તેના પિતા વડોદરાના ડો. વિશાલ વી. પ્રજાપતિ અને માતા મહિતા, જે વકીલ છે, જણાવે છે કે તેમણે કયારેય અર્જુન પર અભ્યાસનું દબાણ કયુ નથી. તેઓ માત્ર તેને પુસ્તકો, મ્યુઝિયમ, ચર્ચા અને નવી વસ્તુઓ શોધવાની તક આપતા રહ્યા છે. અર્જુનનું સપનું ભવિષ્યમાં ફિઝિશિયન–સાયન્ટિસ્ટ બની તબીબી ક્ષેત્ર અને સંશોધનમાં યોગદાન આપવાનું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application