મોરબી મચ્છુ 3 ડેમમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ ચાર યુવાનો ડૂબ્યા, એકનું મોત
મોરબી મચ્છુ 3 ડેમમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ ચાર યુવાનો ડૂબ્યા, એકનું મોત
September 25, 2026 10:19 AM
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તો મધરાત્રીએ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે.મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે સાંજે ૭ : ૩૦ વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે યુવાનોને બે ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તો રાત્રીના સાડા બાર આસપાસ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો થો હજુ એક યુવાનની તપાસ ચલાવવામાં આવી રહી છે મોરબી ફાયર ટીમના જવાનો બોટ સહિતના સાધનોની મદદથી સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે ડેમ ભરેલો હોવાથી પાણીનો પ્રવાહ વધુ છે છતાં ફાયર ટીમના જવાનો સતત રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે