BREAKING NEWS

ફ્રાન્સમાં હિંસા અને તોફાનો વચ્ચે અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર: પીએમે આપ્યા કડક પગલાંના સંકેત, 2400થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ

  • October 19, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી અને જાહેર સેવાઓની કથળેલી સ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દેશના અનેક પ્રમુખ શહેરોમાં તોફાનો, આગજની અને લૂંટફાટની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ફ્રાન્સના વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે સ્થાનિક વહીવટી તંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા હિંસાને અંકુશમાં લેવા માટે મર્યાદિત અને સ્થાનિક સ્તરે કર્ફ્યુ લાદવાની છૂટ આપી દીધી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ગંભીર ચૂક અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવાના આદેશો જારી કર્યા છે, જો કે આંતરિક બાબતોના મંત્રી લોરેન્ટ નુનેઝનું રાજીનામું નામંજૂર કરી દેવામાં આવ્યું છે.



સત્તાવાર આંકડાઓ અનુસાર શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સમગ્ર દેશમાંથી કુલ 2400 થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ હિંસક પ્રદર્શનો દરમિયાન સેંકડો વ્યાપારી પ્રતિષ્ઠિતાનો અને દુકાનોમાં લૂંટફાટ કે તોડફોડ કરવામાં આવી છે તેમજ મહત્વની સાર્વજનિક ઇમારતોને પણ નિશાન બનાવવામાં આવી છે. સરકારે સ્વીકાર્યું છે કે તેઓ આ પ્રકારની વ્યાપક અશાંતિ અને હિંસાનો અગાઉથી અંદાજ લગાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સાથે સરકારે પોલીસ વ્યવસ્થા અને તપાસ પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે જેથી આવા ગુનાખોરોની કડક ઓળખ કરી શકાય.

વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ જણાવ્યું હતું કે હિંસક પ્રદર્શનો પર રોક લગાવવા માટે કેટલીક નગરપાલિકાઓને આંશિક કર્ફ્યુ લાગુ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. તેમણે હિંસક ભીડનો સામનો કરનાર સુરક્ષાકર્મીઓ અને પોલીસ અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સરકાર દેશમાં જાહેર વ્યવસ્થાને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application