BREAKING NEWS

મોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે ૧.૧૩ કરોડ રૂપિયાની ઠગાઈ આચરી

  • August 01, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂા.૧.૧૩ કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી અપાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબીના આલાપ પાર્ક શેરી નં –૧૧ રવપર રોડ પર રહેતા અને ખેતી કરતા સંજય અંબારામભાઈ સાણંદિયા (ઉ.વ.૫૦) એ આરોપી ગૌરવ જયંતીલાલ ડઢાણીયા (રહે. આલાપ પાર્ક મોરબી) વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ભંગારના કારખાનામા ભાગમા રાખવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે મળી એમ રૂપીયા ૧.૧૩ કરોડ ધંધાના બહાને ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીને ધંધામા ભાગીદાર નહી રાખી રૂપીયા. ૧.૧૩ કરોડ ફરીયાદીને પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યેા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application