BREAKING NEWS

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી કાર ભાડે લઈ ગયા બાદ પરત ન આપી છેતરપિંડી

  • November 25, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રૈયારોડ તિરુપતિ નગરમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ બ્રોકરેજનો વ્યવસાય કરતા વેપારી સાથે સંબંધ કેળવી વિશ્વાસમાં લીધા બાદ કાર નવ દિવસ ના ભાડે લઈ ગયા બાદ રાજસ્થાની શખસે ભાડુ કે કાર પરત ન આપી છેતરપિંડી આચાર્યની વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રૈયા રોડ પર તિરૂપતિનગર શેરી નંબર એકમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ બ્રોકરેજનો વ્યવસાય કરતા નીમીશભાઈ રતીલાલ રાયચુરા ઉંમર વર્ષ 31 વાળાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે જમીન મકાન દલાલીનું કામ સાથે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું નું કામ કરતા હોય ૨૦૨૩ની સાલમાં હનુમાન મઢી પાસે આવેલ કીસ્મત ચાની હોટલે હતી જ્યાં જમીન મકાનના વેપારીઓને મળતા ત્યારે આલોક બલ્દા સાથે પરિચય થતા જણાવેલ કે હું જમીન-મકાન દલાલીનું કામ કરુ છુ અને સાથે સાથે છુટક ટુર ટ્રાવેલ્સનું કા મ કરું છું.


જેથી આલોક બલદા એ જણાવેલ કે મારે નમકીનનું કારખાનુ છે અને અહીં શીતવપાર્ક પાસે આવેલ વનવર્લ્ડ બિ શીંગમાં ઓફીસ છે અને મારે ધંધાના કામ અર્થે ભાડે ગાડીની ઘણી વાર જરૂર પડતી હોય છે હવે તમારી પાસેથી ભાડેથી ફોરવ્હીલ લઇ જશુ બાદ ૨૦૨૩માં આલોકનો ફોન આવેલ અને તેણે અમદાવાદ એરપોર્ટ જવાનું છે કોઈ ફોરવિલ હોય તો ડ્રાઈવર સાથે મોકલી આપજો. તે વખતે ગાડી હાજર ન હોય જેથી મિત્રની ફોરવ્હીલ ભાડે મોકલેલ હતી.


આલોક બલ્લાએ ભાડુ પણ સમયસર ચુકવી આપેલ બાદ ત્રણ થી ચાર વાર આ આલોકભાઈ અમારી પાસેથી ભાડે ફોરવ્વીય લઈ ગયેલ અને તેઓ ભાડાના પૈસા સમયસર ચુકવી આપતા બાદ જુલાઈ ૨૦૨૪માં આલોકનો ફોન આવેલ અને જણાવેલ કે મારે નવ દિવસ માટે ભાડે ફોરવ્હીલ જોઇએ છે. મારી પત્નિ તથા દિકરી સાથે રાજસ્થાન જયપુર અમારા મુળ વતન ખાતે ફરવા જવાનુ છે જેથી અલ્ટો ફોરવ્હીલ જેના રજી નં. GJ-03-ME-1302 વાળી એક દિવસનુ ૭૦૦ લેખે ભાડુ નક્કી થયેલ અને ૧૭/૦૭/૨૦૨૪ ના રોજ આલોક મારા ઘરે આવેલ અને ઉપરોક્ત અલ્ટો ભાડે આપી સિક્યુરીટી પેટે તેમની પેઢીનો રૂ.૩ લાખનો ચેક તથા આધારકાર્ડની ઝેરોક્ષ લીધી હતી.


નવ દિવસ પછી આલોકને ફોન કરેલ તો જણાવેલ હાલ રાજસ્થાન છું બે દિવસમાં રાજકોટ આવુ એટલે તમને તમારી ફોરવ્હીલ અને ભાડાના પૈસા આપી જાવ બાદ એક બે વાર ફોન કરતા તેઓએ બહાના બતાવેલ બાદ આશરે ત્રણેક મહીના બાદ આ આલોકે ફોન બંધ કરી દિધેલ બાદ શીતલપાર્ક વનવર્ડ બિલ્ડીંગમાં ૪૦૧ નંબર ની તેમની ઓફીસે તપાસ કરેલ પરંતુ ઓફીસ બંધ કરી દિધેલ હોય ત્રણ લાખનો ચેક આપેલ તે બેંકમાં વટાવવા નાખતા ચેક બાઉન્સ થયેલ જેથી કારનું ભાડું તેમજ કાર પરતના આપી છેતરપિંડી આચરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application