BREAKING NEWS

હવેથી ક્રૂડની કિમતો અમેરિકા નક્કી કરશે: ટ્રમ્પનો નવો દાવો

  • February 06, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેલનો મુદો ઉઠાવ્યો છે અને કહ્યું કે અમેરિકા અને વેનેઝુએલા મળીને વિશ્વના કુલ તેલ ભંડારનો લગભગ 68 ટકા હિસ્સો ધરાવે છે. ટ્રમ્પે વોશિંગ્ટનમાં 74મા પ્રેયર બ્રેકફાસ્ટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું જેના પરથી તાગ મેળવી શકાય છે કે અમેરિકા પોતે જ તેલના ભાવ નિર્ધારણ કરે તેવી સતા મેળવી લેવા માંગે છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાએ આ વર્ષે જાન્યુઆરીમાં વેનેઝુએલા પર કબજો કર્યો હતો અને હવે તે તેની તેલ સંપત્તિનો ઉપયોગ કરશે. વેનેઝુએલાની કઠોર આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, "તેઓ ઘણી મુશ્કેલીમાં હતા. છતાં તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ તેલ છે. ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા અને વેનેઝુએલા મળીને વિશ્વના 68 ટકા તેલ ભંડાર ધરાવે છે.

જાન્યુઆરીની શરૂઆતમાં એક મોટા લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વેનેઝુએલામાં ઘૂસી ગયું અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા. તેમણે આ કાર્યવાહીને એક મોટી લશ્કરી કાર્યવાહી ગણાવી. ટ્રમ્પે કહ્યું, "અમારી મુખ્ય અમેરિકન તેલ કંપનીઓ ત્યાં જશે, અબજો ડોલર ખર્ચ કરશે, બગડતી તેલ વ્યવસ્થાને ઠીક કરશે અને મોટા પાયે તેલ વેચશે.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સત્તાનું સુરક્ષિત સંક્રમણ થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલા ચલાવતું રહેશે. જો કે, આ દાવા અને લશ્કરી કાર્યવાહી અંગે કાનૂની પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અને આ મામલો વિવાદાસ્પદ રહ્યો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા તેના તેલ વ્યવસાયને વધુ વિસ્તૃત કરશે અને વૈશ્વિક બજારમાં વેનેઝુએલાના તેલનું વેચાણ કરશે. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોવાનું માનવામાં આવે છે, જે વિશ્વના કુલ તેલ ભંડારના આશરે 17 ટકા હિસ્સો ધરાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application