BREAKING NEWS

જામનગરમાં ટાઢોડું: લોકોએ ઠંડીનો કર્યો અહેસાસ

  • January 05, 2026 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકો કહેતા હતાં કે, આ વર્ષે જોઇએ તેવી જોરદાર ઠંડી પડી નથી, છેલ્લા બે દિવસથી સમગ્ર હાલારમાં ટાઢોડુ થઇ ગયું છે, આજે સવારે ૨૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમ દ્વારા લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી દર્શાવાયું છે, પરંતુ તાપમાન ૧૦ થી ૧૧ ડીગ્રી હોવાનું લોકોનું કહેવું છે. આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે. 


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો હજુ વધુ ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે.


છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે, ગઇકાલે રાજકોટની ઠંડી ૯ ડીગ્રીએ પહોંચી ગઇ હતી. હજુ ત્રણ-ચાર દિવસ ઠંડી મુકામ કરશે તેવું લાગે છે, ત્યારે આ ઠંડીને કારણે શિયાળુ પાકને પણ ફાયદો થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News