BREAKING NEWS

ચેક રિટર્ન કેસમાં સજાના વોરંટ બાદ ફરાર વિજયનગરનો શખસ પકડાયો

  • November 11, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેક રિર્ટન કેસમાં સજાના વોરંટ બાદ નાસતા ફરતા વિજયનગરના શખસને નાસતા ફરતા સ્કોવડ ઝોન ૧ની ટીમે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા, વચગાળાના જામીનથી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અપાયેલી સૂચનાના પગલે પી.એસ.આઇ.બી.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા સ્કોડ ઝોન- ૧ના એ.એસ.આઇ જયપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ જુગલભાઈ કથીરિયા સહિતની ટીમને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં કોર્ટે આપાયેલી સજાના વોરંટમાં નાસતો ફરતો આરોપી જગદીશ કાળુભાઈ શિંગાળા (રહે ગુરુકૃપા સામે વિજયનગર ૩ ના છેડે કસ્તુરબા વાસ શેરી નંબર ૬) તેમના ઘરે હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે શખસને તેમના ઘરેથી દબોચી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.


આ કામગીરીમાં પી.એસ.આઇ. બી વી ચુડાસમા, નાસતા ફરતા સ્કોડ ઝોન ૧ના એ.એસ.આઈ. જયપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ નિખિલભાઇ પીરોજીયા, નિલેશભાઈ જમોડ, જુગલભાઈ કથીરિયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application