જામનગરહાપા માર્કેટીંગ યાર્ડમાં મંગળવાર તથા બુધવારે ૩૯૩૫ ગુણીની ઓછી આવક થઇ હતી બુધવારે કુલ આવક ૧૬૭૮૭ થઇ હતી જયારે મંગળવારે ૨૦૭૨૨ મણ જણસ નોંધાઇ હતી.સૌથી વધુ ભાવ જીરૂનો નોંધાયો હતો જેના ૨૫૦૦ થી ૩૫૦૦ મણના ભાવ બોલાયા હતા અને જીરૂની કુલ આવક ૧૨૪૧ ગુણી થઇ હતી.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૫૦૦ થી ૭૧૫, બાજરી ૩૫૦ થી ૪૭૦, ઘઉં ૪૮૬ થી ૫૬૪, મગ ૧૩૦૫ થી ૧૭૩૦, અળદ ૯૩૦ થી ૧૩૬૫, તુવેર ૬૦૦ થી ૧૨૬૫, વાલ ૫૦૦ થી ૬૯૦, ચણા ૯૫૦ થી ૧૦૯૩, ચણા સફેદ ૧૧૦૦ થી ૧૫૮૦, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૧૯૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૦૦, એરન્ડા ૧૨૦૦ થી ૧૨૩૨, તલી ૭૪૦ થી ૧૯૪૫, રાયડો ૧૧૫૦ થી ૧૨૨૦, રાય ૧૩૦૦ થી ૧૫૦૦, લસણ ૪૨૫ થી ૮૮૦, કપાસ ૭૫૦ થી ૧૪૮૦, અજમો ૮૯૦ થી ૨૨૫૦, અજમાની ભૂસી ૫૦ થી ૧૭૦૦, ધાણા ૮૯૦ થી ૧૪૬૦, ડુંગળી સુકી ૬૦ થી ૨૭૫ સુધીના ભાવ બોલાયા હતા બુધવાર કુલ જણસ ૧૬૭૮૭ મણ ગુણી ૬૭૦૬ જે ૪૫૪ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જી બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે તલી રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.