BREAKING NEWS

રવિવારે લેવાનાર GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, નવી તારીખ હવે પછી જાહેર કરાશે, ભારે વરસાદને કારણે નિર્ણય

  • July 24, 2026 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા આફતરૂપી ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીપીએસસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિભારે વરસાદના કારણે વાહનવ્યવહાર ખોરવાતાં અનેક ઉમેદવારો તરફથી પરીક્ષા પાછી ઠેલવા અંગેની રજૂઆતો મળી હતી. ઉમેદવારોની આ સાર્વત્રિક રજૂઆતો અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં, આગામી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનાર પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ (મુલતવી) રાખવાની સત્તાવાર જાહેરાત જીપીએસસી દ્વારા કરવામાં આવી છે.


નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

જીપીએસસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તા. ૨૬-૦૭-૨૦૨૬ના રોજ લેવાનાર જનરલ સ્ટડીઝ (GS)ની પ્રાથમિક કસોટીની નવી તારીખ પરિસ્થિતિ સામાન્ય થયા બાદ હવે પછી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં પૂર અને વરસાદી આફત વચ્ચે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં પડનારી મુશ્કેલીઓને નિવારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સંબંધિત તમામ પરીક્ષાર્થીઓને આ મહત્વપૂર્ણ નિર્ણયની નોંધ લેવા અને નવી સત્તાવાર જાહેરાતની રાહ જોવા વિનંતી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application