નાણાં રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે એપ્રિલ–ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન કેન્દ્રીય કર અધિકારીઓ દ્રારા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) ચોરીના કુલ ૧૪,૫૯૭ કેસ નોંધવામાં આવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ફ્રોડ એનાલિટિકસ નકલી ઇનપુટ ટેકસ ક્રેડિટ પાસ કરવા અથવા મેળવવાની શંકા ધરાવતા જોખમી કરદાતાઓને ઓળખવા માટે જીએસટી અધિકારીઓ ડેટા એનાલિટિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે તેમ સંસદને જાણ કરવામાં આવી હતી.
જીએસટી ચોરીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર્ર (૨,૭૧૬), ત્યારબાદ ગુજરાત (૨,૫૮૯), હરિયાણા (૧,૧૨૩) અને પશ્ચિમ બંગાળ (૧,૦૯૮)માં નોંધાયા છે.
વિવિધ ડેટા એનાલિટિક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ જેમ કે નેત્ર (નેટવકિગ એકસપ્લોરેશન ટૂલ્સ ફોર રેવન્યુ ઓગમેન્ટેશન), બીફા (બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્ડ ફ્રોડ એનાલિટિકસ) અને અદ્રૈત (એડવાન્સ્ડ એનાલિટિકસ ઇન ડાયરેકટ ટેકસેશન) નો ઉપયોગ જોખમી કરદાતાઓને ઓળખવા માટે કરવામાં આવે છે તેમ ચૌધરીએ જણાવ્યું હતું.
જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ–ડિસેમ્બરમાં . ૧૮,૦૦૦ કરોડના નકલી ઇનપુટ ટેકસ ક્રેડિટ કેસ શોધી કાઢા છે અને ૯૮ છેતરપિંડી કરનારાઓ માસ્ટરમાઇન્ડસની ધરપકડ કરી છે. ફિલ્ડ ફોર્મેશનમાંથી મળેલા પ્રતિસાદના આધારે, આ સાધનોને સમય સમય પર અપડેટસુધારિત કરવામાં આવે છે, એમ તેમણે ઉમેયુ હતું. ચૌધરીએ જણાવ્યું હતું કે જીએસટી નોંધણી પ્રક્રિયામાં પરિસરની ભૌતિક ચકાસણી અને આધાર પ્રમાણીકરણના સ્વપમાં મજબૂત તપાસ છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં નોંધણી અરજીઓ માટે જોખમ–આધારિત બાયોમેટિ્રક–આધારિત આધાર પ્રમાણીકરણ પર પાયલોટ હાથ ધરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech