BREAKING NEWS

મોરબીમાં દિવાળીના ટાણે ફટાકડા વેપારીઓ પર GSTના દરોડા, વૈભવ ફટાકડા સ્ટોરમાં તપાસ ચાલુ

  • October 10, 2025 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારના ઉત્સાહમાં વેપારીઓની તૈયારીઓ વચ્ચે મોરબીમાં જીએસટી વિભાગની બે ટીમો દ્વારા ગયા કાલથી ફટાકડા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી વેપારી વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને અનેક દુકાનોમાં શટર ડાઉન કરી દેવામાં આવ્યા છે. તપાસ હજુ પણ ચાલુ હોવાથી વેપારીઓમાં 'ફટાકડા ફૂટે તે પહેલાં વેપાર ફૂટી જાય' જેવી તડાફડીની ચર્ચા ચાલી રહી છે.


મોરબીના નામાંકિત ફટાકડા વેપારી વૈભવ ફટાકડાના લાટી પ્લોટ વિસ્તારમાં આવેલી દુકાન પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગની બે ટીમો, જેમાં ઉચ્ચ અધિકારીઓ અને પાંચ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે, તેમણે ગયા કાલે બપોર પછી આ દુકાન પર પહોંચીને દરોડા કર્યા હતા. આવક-જાવક, સ્ટોક અને અન્ય નાણાકીય રેકોર્ડ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે, જે હાલમાં પણ ચાલુ છે. 


આધારભૂત સૂત્રો અનુસાર, વૈભવ ફટાકડા વાળા ધીરુભાઈ હિરાણી પેઠી લાતી પ્લોટ વિસ્તારમાં આ દુકાન આવેલી છે.આ ઘટનાથી મોરબીના ફટાકડા વેપારીઓમાં અસ્વસ્થતાનો માહોલ છે. દિવાળીના મોકા પર વેચાણની તૈયારીઓ વચ્ચે આવા દરોડાઓથી વેપારીઓની તડાફડી વધી ગઈ છે. અનેક વેપારીઓએ તાત્કાલિક પગલાં તરીકે તેમની દુકાનોના શટર ડાઉન કરી દીધા છે, જેથી તપાસના દરમિયાન કોઈપણ અનિચ્છનીય સ્થિતિ ન ઊભી થાય. સ્થાનિક વેપારીઓના મતે, આ કાર્યવાહીથી આ વર્ષના દિવાળી વેચાણ પર અસર પડવાની આશંકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application