BREAKING NEWS

સાસણના 'ગીર પ્રાઈડ રિસોર્ટ'માં જુગાર ક્લબ ઝડપાઇ: પોલીસે રાજકોટ-ગોંડલના 7 જુગારીઓ અને લક્ઝુરિયસ કારો કબ્જે કરી

  • April 12, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાસણની એક રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઈલ જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. સાસણની 'ગીર પ્રાઈડ રિસોર્ટ'માં ધમધમતી આ જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.


મળતી માહિતી મુજબ, ગોંડલનો એક યુવક આ રિસોર્ટમાં ભાડે રૂમ રાખીને બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગોંડલના ચાર અને રાજકોટના ત્રણ સહિત કુલ સાત જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પકડાયેલા તમામ શખ્સો સુખી-સંપન્ન પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.


પોલીસે આ કાર્યવાહી દરમિયાન બે લક્ઝરીયસ કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૧૩.૫૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રવાસન સ્થળ પર આ રીતે રિસોર્ટમાં ચાલતી જુગારની પ્રવૃત્તિને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રિસોર્ટના સંચાલકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application