જંગલેશ્વરમાં મકાનમાં ચાલતા જુગાર ઉપર ભકિતનગર પોલીસે દરોડો પાડી મકાન માલિક સહીત જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડી રોકડ ૧૦,૯૪૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ભકિતનગર પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જંગલેશ્વરમાં આવેલી એકતા કોલોની શેરી નં–૧માં રહેતો જાવેદ હનીફભાઇ બ્લોચ પોતાના ભાડાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રામાડનાર જાવેદ હનીફભાઇ બ્લોચ, હમજા રફીકભાઇ સૈયદ, સાબીરઅલી અબ્દુલશા શાહ (રહે બંને જંગલેશ્વર), સંદીપ ભગવાનજી પરીયા (રહે–વિનોદનગર આવાસ કવાર્ટ), મોહસીન હનીફભાઇ મન્સૂરી (રહે–કોઠારીયા મેઈન રોડ, સોમનાથ સોસાયટી), પ્રકાશ ભીખુભાઇ ઓડેદરા (રહે–અમરનાથ પાર્ક), નસિબુદિન છબનભાઈ શાહ (રહે–જંગલેશ્વર, એકતા કોલોની), સોહમ રોહિતભાઈ પરમાર (રહે–શ્રધ્ધા પાર્ક, હરીધવા રોડ), શકીલ બસીરભાઈ મીર (રહે–વિનોદ નગર કવાર્ટર), રવિ ભૂદડભાઈ સુરેલ (રહે–ગોકુલ પાર્ક, કોઠારીયા રોડ)ને ઝડપી લઇ રોકડ કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech