BREAKING NEWS

ગોંડલના ફાર્મ હાઉસ સહિતના આઠ સ્થળે જુગારના દરોડા: મહિલાઓ મળી ૪૫ ઝડપાયા

  • June 26, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે ભીમઅગીયારસ જાણે જુગારીઓ માટે પર્વ બની ગઈ હોય તેમ ઠેક ઠેકાણે પોલીસે દરોડા પાડી તીનપતી રમતા ચાર મહિલા સહીત ૪૫ને ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ગુંદાળા રોડ પર વાઘવાડી, શ્રીનગર સોસાયટી, રેલ્વે ક્રોસીંગની બાજુમાં આવેલા શૈલેષ શીંગાળાના ફાર્મ હાઉસમાં જુગાર ચાલી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા શૈલેષ મુળજીભાઇ શિંગાળા, નરેન્દ્ર વલ્લભભાઇ રૈયાણી (રહે.બાંદ્રા ગામ તા.ગોંડલ), ધી લક્ષમણભાઇ પારખીયા, દિનેશ ગોરધનભાઇ પીપળવા, છગન મુળજીભાઇ શિંગાળા (રહે –તમામ શ્રી નગર સોસાયટી, રેલ્વે ક્રોસિંગ પાસે, ગુંદાળા રોડ)ને ઝડપી લઇ રોકડ, મોબાઈલ અને કાર મળી ૨.૫૧,૭૫૦નો મુદામાલ કબ્જે કર્યેા હતો. તાલુકા પોલીસે બીજો દરોડો ઘોઘાવદર ગામે પાડો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા હિતેશ બચુભાઇ સુરાણી, રજનિક જશવંતભાઇ જેઠવા, દિવ્યેશ વિરજીભાઇ વિરડીયા, હિતેશ કાનજીભાઇ મકવાણા( તમામ રહે.ઘોઘાવદર)ને ઝડપી લઇ રોકડ , એકિટવા અને મોબાઈલ મળી ૯૩,૩૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.
ગોંડલ સીટીમાંથી છ ઝડપાયા
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે ગોંડલમાં વિજયનગર ખોડીયાર માતાજીની ધાબી પાસે જાહેરમાં જુગાર રમતા અજય ઉર્ફે કુડલો માવજીભાઇ સોલંકી, માવજી વિરજીભાઇ સોલંકી, ધરમ માવજીભાઇ સોલંકી, મનુ ભીમાભાઇ સોલંકી,ઉમેશ પ્રવિણભાઇ સોલંકી, દિનેશ વજુભાઇ સોલંકીને ઝડપી લઇ રોકડ ૧૦,૨૫૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
શાપરમાં ચાર મહિલા સહીત નવ ઝડપાયા
શાપર પોલીસે અનમોલ સોસાયટીમાં જાહેરમા જુગાર રમતા મહેશ જીવણભાઇ દાફડા (રહે.હાલ વેરાવળ શાંતીધામ શેરી નં–૧૮), પારસ અતુલભાઇ બુધ્ધદેવ (રહે.હાલ ગુદાસરા તા.ગોંડલ), કાનજી ગીગાભાઇ પરમાર (રહે શાપર ગામ અનમોલ સો.સા), કાળુ નાનજીભાઇ દાફડા (રહે. શાપર (વે.) અનમોલ સો.સા ), અરવિદ કાળાભાઇ ચાવડા (રહે. શાપર ગામ કિષ્ના મેડીકલ પાછળ શેરીમા), નીતાબેન રાજકેશભાઇ સોંદરવા, ગીતાબેન જયદીપભાઇ પરમાર (રહે. શાપર), રમાબેન બેચરભાઇ વેગડા ( રહે. શાપર), રમાબેન માલદેવભાઇ પરમાર (રહે.શાપર)ને ઝડપી લઇ ૧૦,૨૦૦ની મત્તા કબ્જે કરી શાપર પોલીસમાં ગુનો નોંધ્યો હતો.
નગરપીપળીયામાં આઠ શખ્સો ઝબ્બે
મેટોડા જીઆઇડીસી પોલીસે લોધિકાના નગર પીપળીયા ગામે વાડી વિસ્તારમાં લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશ માવજીભાઈ રામાણી, મહેશ નાનજીભાઈ દોંગા, રમેશ કાનજીભાઈ રામાણી, રસિક ગોરધનભાઈ તારપરા, સંજય માવજીભાઈ રામાણી, કિશન છગનભાઈ ગઢીયા, અજય વલ્લભભાઈ તારપરા, ભરત દેવશીભાઇ બાબરીયાને ઝડપી લઇ પટ્ટમાંથી ૨૯,૧૫૦ની રોકડ કબ્જે કરી મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી.
જેતપુર પોલીસે ત્રણને પકડા
જેતપુર પોલીસે ધારેશ્વરથી રબારીકાના રસ્તે બાવળની ઝાળીમાં જુગાર રમતા બિલાલ ઉર્ફે બાબુ બંગાળી શમસુદીન શેખ (રહે–વોરાવાડ, જેતપુર), અશ્વિન ઉર્ફે અશોક ગીગાભાઇ સોલંકી (રહે–ઘેટાંવાળા પ્લોટ, જેતપુર), પરેશ ઉર્ફે લાલુ છગનભાઈ પરમાર (રહે–ઘેટાંવાળા પ્લોટ, જેતપુર)ને ઝડપી લઇ રોકડ ૧૧,૮૫૦ની મત્તા કબ્જે કરી જેતપુર ઉધોગનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ધોરાજીમાં પાના ટીચતાં બે ઝબ્બે
ધોરાજી પોલીસે રામપરા હનુમાનજીના મંદિર પાસે ગંજીપાના ટીચતાં રમેશ ઘેલાભાઈ સંખેસરીયા અને જયેશ વલ્લભભાઈ વાઘેલા (રહે બંને ધોરાજી)ને ઝડપી લઇ રોકડ ૩૭૫૦ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application