BREAKING NEWS

જુગારની મોસમ પૂરબહાર: ૧૬ દરોડામાં ૮૯ ઝડપાયા

  • August 21, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જુગાર દરોડામાં મેટોડા પોલીસે દેવગામમાં જુગાર રમતા આઠને ઝડપી લઇ રૂા.૧૨.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા, ૧૪ મહિલાઓ પણ પત્તા ટીંચતી ઝડપાઇ, દરોડા એક ફરાર: કુલ રૂા.૨૦,૪૨,૬૯૦નો મુદ્દામાલ કબજ


રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબુહારમાં ખીલી ઉઠી હોય તે જુગારના અલગ અલગ ૧૬ દરોડા પાડી ૮૯ જુગારીઓને ઝડપી લીધા હતાં. જેમાં ૧૪ મહિલાઓ પણ સમાવેશ થાય છે. દરોડા દરમિયાન એક આરોપી નાસી ગયો હતો. જુગારના આ દરોડાઓ દરમિયાન કુલ .૨૦,૪૨,૬૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસે દેવગામ–રાજકોટ–કાલાવડ રોડ પર સંજય ભુતની વાડીની ઓરડીમાં દરોડો પાડો હતો. પોલીસે સંજય ભુત, સંકેત સાવલીયા, દીપક વાઘેલા, મહેશ ભુત, અશોક ભુત, મનસુખ ભુત, શકિતસિંહ જાડેજા અને નીતિન સાવલીયા સહિત આઠ શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળેથી .૮૭,૭૦૦ રોકડા, .૧૨ લાખની કાર અને .૬૦ હજારના સાત મોબાઇલ સહિત કુલ .૧૨,૮૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
શાપર–વેરાવળ પોલીસે કાંગશિયાળી સીમમાં આવેલા શ્યામ સેલ્સ કોર્પેારેશનમાં દરોડો પાડી જેન્તી ડેડાળીયા, મુકેશ ભલાણી, ચીરાગ ઉંજિયા, વિજય દેકીવાડીયા, અજીત કટારીયા, મયુર ભલાણી અને રમેશ ભલાણી સહિત સાતને ઝડપી લીધા હતા. પોલીસે .૪૩,૪૦૦ રોકડા, બે વાહન .૩.૯૦ લાખ અને સાત મોબાઇલ .૬૦ હજાર સહિત .૪,૯૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જેતપુર સિટી પોલીસે હરિઓમ પેલેસ, દેસાઇવાડીમાં ચેતનાબેનના મકાનમાં દરોડો પાડી ચેતનાબેન, દુર્ગાબેન ઉર્ફે દીપાલીબેન, શીતલબેન, કાજલબેન, સંગીતાબેન ઉર્ફે ચંદ્રીકાબેન અને શોભાબેન સહિત છ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમાડવાની અને નાલ ઉઘરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થળેથી .૮૩,૮૫૦ રોકડા તથા ગંજીપાનાં મળી કુલ .૮૩,૮૫૦નો મુદ્દામાલ કબજે થયો હતો.
શાપર–વેરાવળ પોલીસે કાંગશિયાળી–રાજપથ સીએસ્ટા ખાતે વિજય રાદડિયાના મકાનમાં દરોડો પાડો હતો. વિજય રાદડિયા ઉપરાંત ગીતાબેન, સવિતાબેન, લતાબેન, ભાવનાબેન, સુશીલાબેન અને રમાબેન સહિત સાત સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી રોકડ, નાલના પિયા અને મોબાઇલ સહિત .૪૫,૩૫૦નો મુદ્દામાલ કબજે થયો હતો.
સુલતાનપુર પોલીસે નવાગામમાં કરેલા અન્ય દરોડામાં નવલગીરી ગોસ્વામી, મુળજી વિરાણી, દીપક મકવાણા, મનીષાબેન મોરબીયા અને પ્રિયાબેન મકવાણા સહિત પાંચ સામે કાર્યવાહી કરી હતી. મહિલાઓને મહિલા પોલીસની હાજરીમાં પોલીસ મથકે હાજર થવા સમજાવવામાં આવી હતી. યારે હરેશ ઉર્ફે હરી પોલીસને જોઇ નાસી છૂટો હતો. સ્થળેથી રોકડ, મોબાઇલ અને મોટરસાઇકલ સહિત .૩૦,૩૧૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકા પોલીસે ચોરડી ગામે વિજય ઓળવીયા, રવજી સોલંકી, રાજુ ઓળવીયા અને વિપુલ સોલંકી સહિત ચારને ઝડપી .૫,૨૦૦ કબજે કર્યા હતા. પડધરી પોલીસે આંબેડકરનગરમાં પ્રમોદ ડાભી સાથે હંસાબેન પાટડીયા, હીનાબેન વાંસફોડા, નિતાબેન નગાણી અને ભાવનાબેન પરમાર સહિત પાંચ સામે કાર્યવાહી કરી .૧૦,૪૫૦ કબજે કર્યા હતા. આ કેસમાં નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હોવાથી આ આરોપીઓને પણ ઉપરોકત ૯૩ ઝડપાયેલા આરોપીઓમાં ગણવામાં આવ્યા છે.ધોરાજી તાલુકા પોલીસે ભુતવડ ગામે મનસુખ બારૈયા, અરવિંદ બારૈયા, વિનેશ બારૈયા, પ્રવિણ બારૈયા અને જીતેન્દ્ર બારૈયા સહિત પાંચને ઝડપી .૧૦,૨૫૦ કબજે કર્યા હતા.
જેતપુર તાલુકા પોલીસે અમરાપર સીમમાં ભીખુ કુવારદા, દલસુખ ઉંધાડ, રવજી પરમાર, ભરત મકવાણા, શામજી કુવારદા, ધી જોટાણીયા અને રોહિત પીલુકીયા સહિત સાતને ઝડપી .૧૨,૧૩૦ કબજે કર્યા હતા. ચાંપરાજપુરમાં જયરાજ ગીડા, રમેશ વઘાસીયા અને દિનેશ બુટાણી સહિત ત્રણ પાસેથી .૪,૦૦૦, યારે ભાયાવદરમાં અનક ઉર્ફે અનકો જળુ, અનિધ્ધ માંકડ, શિવરાજ કહોર અને લતેશ માંકડ સહિત ચાર પાસેથી .૧૧,૩૭૦ કબજે કરાયા હતા.
જેતપુર ઉધોગનગર પોલીસે દેરડીધાર આવાસ યોજનામાં ભાવીક પરમાર, અયાજ ઠાસરીયા, નઇમ મારફતીયા, વસીમ ગાંધી, એજાજ લાખાણી, વત્સલ સુચર, આયુષ ગોસાઇ, તુફેલ ખેડારા અને અફજલ શાહમદાર સહિત નવને ઝડપી .૧૧,૫૦૦ કબજે કર્યા હતા.
જામકંડોરણા પોલીસે સનાળા ગામે છ શખ્સોને ઝડપી .૨૮,૫૮૦, ઇન્દિરાનગરમાં ત્રણ પાસેથી .૭૧૦ તથા દશામાના મંદિર પાસે ચાર શખ્સો પાસેથી .૧,૩૮૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ધોરાજી સિટી પોલીસે રામપરામાં જાહેર રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા જયેશ મેણીયા, ધર્મેન્દ્ર ઉર્ફે મુનો શંખેસરીયા, સંજય વાઘોરા, સુનીલ શિહોરા અને અજય સંખેશરીયા સહિત પાંચને ઝડપી .૧૪,૨૧૦ કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application