BREAKING NEWS

તહેવારામાં જુગારની મોસમ: ત્રણ દરોડામાં ૨૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • October 27, 2025 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એલસીબી ઝોન–૨ની ટીમે રાજનગર ચોક પાસે ઘોડીપાસનો જુગાર રમતા પાંચને ઝડપી લીધા એલસીબી ઝોન–૧ એ નાકારાવાડીમાં આઠ, થોરાળા પોલીસે શીવાજીનગરમાં ૭ ખેલીને પકડય



શહેરમાં જુગારના અલગ–અલગ ત્રણ દરોડામાં પોલીસે ૨૦ પત્તાપ્રમીઓને ઝડપી લીધા હતાં. જેમાં નાનામવા રોડ પર આવેલા રાજનગર ચોક પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખસોને એલસીબી ઝોન ૨ ની ટીમ ઝડપી લીધા હતાં. જયારે એલસીબી ઝોન–૧ ની ટીમે નાકરાવાડી ગામે જુગાર રમતા આઠ શખસોને અને થોરાળા પોલીસે શીવાજીનગરમાં રોડ પર જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ એલસીબી ઝોન–૨ ના એએસઆઈ જે.વી.ગોહિલની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે નાના મવા રોડ રાજનગર ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં યુવરાજ દેવસિંહભાઈ ડોડીયા (ઉ.વ ૨૦ રહે. રાજનગર શેરી નંબર ૪), મકશુદ અબ્બાસભાઈ કટારીયા (ઉ.વ ૨૯ રહે. ભીલવાસ શેરી નંબર ત્રણ ગિરનાર ટોકીઝ પાછળ), મુકેશ નાથાભાઈ સોહલીયા (ઉ.વ ૫૦ રહે. મેઘમાયાનગર શેરી નંબર–૧), બકુલ ઉર્ફે ભોડો બાલાભાઈ મહેતા (ઉ.વ ૪૧ રહે. રોકડિયા હનુમાન મંદિરમાં પશુ દવાખાના પાસે ગોડાઉન રોડ) અને બળવતં ઉર્ફે વિપુલ ઘનશ્યામભાઈ રાજા (ઉ.વ ૫૧ રહે. ગાંધીગ્રામ ૯૧ નો ખૂણો, શિવ શકિત ડેરી સામે, રાજકોટ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૧,૦૩૦ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલસીબી ઝોન–૨ ના એએસઆઇ જેવી ગોહિલ હેડ કોન્સ્ટેબલ રાહત્પલભાઈ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સાથે રહ્યા હતાં.
એલસીબી ઝોન–૧ પીએસઆઇ એસ.વી.ચુડાસમાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે નાકરાવાડી ગામ શિવ મંદિર ચોરાની પાસે પ્રકાશભાઈના મકાનની દિવાલ નજીક જાહેરમાં જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા. જેમાં મનોજ બચુભાઈ કાંજિયા (ઉ.વ. ૩૪ રહે. સુરેન્દ્રનગર), સાગર મનસુખભાઈ ગોરીયા (ઉ.વ ૨૮ રહે. સોખડા), હિતેશ લીંબાભાઇ મજેઠીયા (ઉ.વ ૩૪ રહે. ધમલપર), રાહત્પલ રાજેશભાઈ મગવાનિયા(ઉ.વ ૨૬ રહે. નાકરાવાડી), ગોવિંદ રમેશભાઈ રાતોજા (ઉ.વ ૨૭ રહે. નાકરાવાડી), સંદીપ રાજેશભાઈ મજેઠીયા (ઉ.વ ૧૯ રહે. ધમલપર), મહેશ કેશુભાઈ ગોરીયા (ઉ.વ ૩૮ રહે. સોખડા) અને દિપક રવજીભાઈ બાવળવા (ઉ.વ ૩૨ રહે. નાકરાવાડી) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૭૩,૧૩૦ કબજે કર્યા હતા.
જુગારના વધુ એક દરોડામાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ ટીમે શિવાજીનગર શેરી નંબર ૧૨ માં જાહેરમાં રોડ પર જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં વિજય દેવજીભાઈ કોળી, અજય ઉર્ફે રોહિત ધર્મેશભાઈ મકવાણા, રાહત્પલ ઉર્ફે ટિફિન ભરતભાઈ સરિયા, અશ્વિન નંદાભાઈ ચૌહાણ, રાજેશ અશોકભાઈ પડા, મયુર મુકેશભાઈ બારીયા અને મનોજ શામજીભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૭,૩૫૦ કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application