BREAKING NEWS

જેતપુરના મિલ સંચાલક સાથે ગણાત્રા બંધુની રૂપિયા ૨.૭૬ લાખની છેતરપિંડી

  • October 23, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના પેઢલા પાસે મીલ ધરાવનાર વેપારી સાથે રાજકોટ અને જુનાગઢમાં રહેતા ગણાત્રા બંધુઓએ .૨.૭૬ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જેતપુર ઉધોગાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ઉધારમાં લોટનો મગાવ્યા બાદ બંન્ને ભાઇઓએ હાથ ઉંચા કરી દીધા હતા.
જુનાગઢ જિલ્લાના મખીયાળા ગામે રહેતા નિકુંજભાઈ કિશોરભાઈ ગજેરા (ઉ.વ.૩૨) દ્રારા જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ગુપ્રસાદ ચોક દોશી હોસ્પિટલ રોડ પર બાલાજી ટ્રેડર્સ ફર્મના સંચાલક ઉમેશ ચંદ્રકાંતભાઈ ગણાત્રા અને તેના ભાઈ દિપક ચંદ્રકાંતભાઈ ગણાત્રા (રહે. જુનાગઢ)ના નામ આપ્યા છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જેતપુરના પેઢલા ગામની સીમમાં જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પર શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની લોર મિલ આવેલી છે જેમાં લોટ બનાવવાનું કામ કરે છે.
નવેમ્બર ૨૦૨૫ માં વેપારીને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં ઉમેશભાઈ ગણાત્રાએ વાત કરી પોતાની ઓળખ વેપારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે, તમારા નંબર મેં ઇન્ડિયા માર્ટ એપ્લિકેશનમાંથી મેળવ્યા છે. મારે બાલાજી ટ્રેડર્સ નામની ફર્મ જે રાજકોટમાં છે જે હોલસેલનું કામ કરે છે અને લોટનો વેપાર કરીએ છીએ હત્પં તમારી પાસેથી હોલસેલમાં આટો લઈને વેચાણ કરી આપીશ અને રોકડા પિયાથી વ્યવહાર કરીશું. તેવી વાત કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ઉમેશ ગણાત્રાએ ટેલીફોનિક વાતચીત કરી ૧૦૦ કટા ઘઉંના લોટનો ઓર્ડર આપ્યો હતો તે ઓર્ડર તારીખ ૨૫–૧૧– ૨૦૨૫ ના રાજકોટથી બાલાજી ટ્રેડર્સ ખાતે મોકલી આપ્યો હતો ત્યારે ઉમેશભાઈએ સેફિટી પેટે ચેક આપ્યો હતો અને લોટનું બિલ કિંમત પિયા ૯૧,૮૫૦ પણ ચૂકવી આપ્યું હતું.
બાદમાં ઉમેશ ગણાત્રાએ વેપારીને ફોન કરી કહ્યું હતું કે, જલારામ ટ્રેડર્સ જુનાગઢના વેપારી દીપકભાઈ ગણાત્રા એક સારા વેપારી છે તમારે તેની સાથે વેપાર કરવો હોય તો હત્પં તેના નંબર આપું બાદમાં વેપારીએ જલારામ ટ્રેડર્સના દિપક ગણતરાને ફોન કરતા તેમણે વાત કરી હતી કે, મારી ગાડી જેતપુર તમારા મીલે આવશે તેમાં ૧૦૦ કટા ભરાવી દેજો. જેનુ બિલ પિયા ૯૨,૪૪૭ થયું હતું જે બિલ સાત દિવસમાં આપી દેવાનું દિપકભાઈએ કહ્યું હતું. ત્યારબાદ ઉમેશભાઈએ બીજો ફોન કરી ૧૦૦ કટાનો ઓર્ડર આપ્યો હતો જે વેપારીએ મોકલી આપી તેનું બિલ પિયા ૯૧,૮૫૬ હતું જેની રકમ માંગતા સાત દિવસમાં તમાં પેમેન્ટ કરાવી આપીશ ત્યારબાદ ત્રીજો ઓર્ડર ઉમેશભાઈ આપતા વેપારીએ કહ્યું હતું કે, આગલા ઓર્ડરના પૈસા મોકલી આપો જેથી ઉમેશભાઈ એ કહ્યું હતું કે મેં તમને વાત તો કરી હતી સાત દિવસમાં તમારા બંને ઓર્ડરના પૈસા મોકલી દઈશ.
સાત દિવસ પછી વેપારીએ ઉમેશભાઈને ફોન કરતા તેનો ફોન બધં આવતો હતો ત્યારબાદ રાજકોટ તપાસ કરતા દુકાન બધં હતી. આસપાસ તપાસ કરતા તેનું કોઈ સરનામું મળ્યું ન હતું અને આ ઉમેશે આ રીતે ઘણા માણસો સાથે ફ્રોડ કયુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દીપક ગણાત્રાને આપેલ ઓર્ડર બિલની માંગણી કરતા મેં આવો કોઈ ઓર્ડર આપ્યો નથી મારે તમને કોઈ પિયા આપવાના નથી તેવી વાત કરી હતી તેમજ જાણવા મળ્યું હતું કે ઉમેશ અને દિપક સગા ભાઈઓ છે. આમ બંનેએ મળી વેપારી સાથે અલગ અલગ સમયે માલ મંગાવી વેપારી સાથે બંને ભાઈઓએ મળી કુલ પિયા ૨,૭૬,૧૫૯ ની છેતરપિંડી કરી હતી. જે અંગે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application