રાજકોટ સહિત ગુજરાતભરની દુકાનોમાંથી રોકડની ચોરી કરતી ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધી હતી. જેની પુછતાછમાં કોઠારિયા રીંગરોડ પરની સનાતન એજન્સી અને હુડકો શાક માર્કેટ વાળી શેરીમાં જલારામ ઈમીટેશનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે સગીર સહિત ત્રણની ધરપકડ, રોકડ અને કાર મળી કુલ રૂ.૭.૮૫ લાખનો મુદામાલ કબજે કરાયો હતો. કોઠારીયા રીંગ રોડ પર આવેલી એજન્સીમાં મેનેજર અડધુ શટર બંધ કરી બાથરૂમ જવા માટે ગયા તે દરમિયાન તસ્કરે ત્રાટકી રૂ. ૧.૭૩ લાખની રોકડ સાથેનો થેલો ચોરી કરી જતાં આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે હુડકો શાક માર્કેટ વાળી શેરીમાં જલારામ ઈમીટેશન તથા કોસ્મેટીક સ્ટોર નામની દુકાનમાંથી રૂ.૮૫ હજારની થયેલ ચોરીના બનાવમાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે ચોરીના બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચોરીના બનાવનો ભેદ ઉકેલવા આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ, પ્રદીપસિંહ જાડેજા, રાહુલભાઈ ગોહેલ અને તુલસીભાઈ ચુડાસમાને મળેલ હકીકત આધારે આજથી પાંચેક દીવસ પહેલા રાજકોટ શહેર, કોઠારીયા રીંગ રોડ, લીક્સ પાપડ પાસે ગોકુલ કરસાણ નામની દુકાન તથા હુડકો શાક માર્કેટ પાસે કટલેરીની દુકાનમાંથી રોકડા રૂપીયાની ચોરી કરનાર વિકી વેલસી સેખલીયા (૭.૧૨૯, રહે ગારીયાધાર, પચ્છેગામ રોડ, ધોબી ધાર) અને બે સગીરને રેપકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી રોકડ રૂ.૨.૫૮ લાખ અને એક કાર મળી કુલ રૂ.૭.૮૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી તથા સગીરા પોતાની કારમાં ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ જઈ કાનોમાં રેકી કરી જ્યાં મોટી ઉંમરના વ્યક્તિઓ દુકાન ચલાવતા હોય તેઓ પાસે ચિજવસ્તુ ખરીદવાના બહાને જઈ તેઓને વાતોમાં વ્યસ્ત રાખી દુકાનદારની નજર ચુકવી દુકાનના ખાનામાંથી રોકલ રૂપીયા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ટોળકીએ આપેલી ગુનાની કબૂલાત આ ટોળકીએ નવેક દીવસ પહેલા ત્રણેયએ સાથે મળી ભાવનગરમાં સણોસરા ખાતે પાનના ગલ્લામાંથી રૂ. ૧૩ હજારની ચોરી કરેલ, નવેક દીવસ પહેલા જ ત્રણેયએ સાથે મળી વાંસદ ખાતે પહોંચેલ અને ત્યાં ખોળ, બીયારણ એગ્રોની દુકાનમાંથી રૂ.૧ લાખની ચોરી કરેલ, આઠેક દીવસ પહેલા ત્રણેયએ સાથે મળી ચીખલી ખાતે બજારમાં ચા ની દુકાનેથી રૂ.૧૫ હજારની ચોરી કરેલ, આઠેક દીવસ પહેલા ત્રણેયએ સાથે મળી ચીખલી બસ સ્ટેશનની સામે પ્લાસ્ટીકની ચિજવસ્તુઓની દુકાનમાંથી રૂપ હજારની ચોરી કરેલ, આઠેક દીવસ પહેલા ત્રણેયએ સાથે મળી ચીખલી બસ સ્ટેશનની સામે બિયારણની દુકાનમાંથી રૂ.૧૦ હજારની ચોરી કરેલ, આઠેક દીવસ પહેલા ત્રણેયએ સાથે મળી નવસારીમાં હાર્ડવેરની દુકાનમાંથી ૨.૪૦ હજારની ચોરી કરેલ, સાતેક મહીના પહેલા આરોપી વીકી સેખલીયાએ ભાવનગર, તળાવ વિસ્તારમાં કાજુ બધમની દુકાનમાથી રોકડા રૂ.૩૦ હજારની ચોરી કરેલ અને છ મહીના પહેલા આરોપી વીકી સેખલીયા તથા તેના મિત્ર સાગરએ સાથે મળી તળાજા બસ સ્ટેશન પાસે હાર્ડવેરની દુકાનમાંથી ૨૧,૨૦ હજારની ચોરી કરેલની કબુલાત આપેલ હતી.