BREAKING NEWS

જામનગર : ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

  • November 14, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


કાલાવડ તાલુકાના ટોડામાંથી તાજેતરમાં થયેલા કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના ૬ સભ્યોની અટકાયત કરી છે. જેણે મીતાણાની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આરોપીઓ પાસેથી ૯૮ હજાર રોકડા, ૬ મોમાઇલ અને ચોરીમાં ઉપયોગ કરેલ સાધનો જપ્ત કર્યા છે.


કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ માંથી કેબલની ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


જે ફરિયાદના અનુસંધાને કાલાવડ  ગ્રામ્યનાપીઆઇ પી.જી. પનારાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી, દરમ્યાન હયુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે કાર્યવાહી લંબાવી હતી, સ્ટાફના જી.આઇ. જેઠવા, અલતાફ સમા, વનરાજ ગઢાદરા, પ્રદિપ ભંડેરી, કુલદીપસિંહ જાડેજા, નિરજ મુંધવા સહિતની ટુકડીએ માહિતી મેળવી કેબલ ચોરી કરનાર ગેંગના છ સભ્ય ઉમેશ માધુભાઈ સોલંકી કુવાડવા રોડ, શિવનગર રાજકોટ મુળ જસદણના ભંડારીયા ગામ, રવિ ઇશ્વરભાઇ ધધાણીયા- પ્રદ્યુમનનગર રાજકોટ, મુળ પાટણના સમીગામ તથા આલીશા જુસબશા શેખ અંજાર-કચ્છ, રહીમશા જુસબશા શેખ અંજાર-કચ્છ, બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા રહે. નવાનગર રેલ્વે સ્ટેશન પાછળ, અંજાર તેમજ બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર રહે. હેમલાઇ ફળી, અંજાર, મુળ આડેસર ગામને પકડી લીધા હતા. તેમની પાસેથી વાયર કટીંગ કરવાના કટર સહિતના હથિયારો કબજે કર્યા છે. જેઓ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલી પવન ચક્કીમાંથી પણ કેબલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
​​​​​​​

ઉપરોક્ત તમામ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ છે, અને તમામ આરોપીઓ અલગ-અલગ ચોરીના ગુન્હામાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ તમામની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવી રહી છે. આરોપીઓ સામે ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૯૮ હજારની રોકડ, સાધનો, ૬ મોમાઇલ મળી કુલ ૧.૧૯.૮૫૦નો મુદામાલ જપ્ત કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application