રાજકોટ શહેરમાં દેશી વિદેશી દારૂ ના ધંધાથી બુટલેગરો પર દરોડા પાડવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે શહેર પીસીબી બ્રાન્ચના પીઆઇની સૂચનાથી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે મવડી પાળ રોડ પર પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા ૨.૬૩ લાખનો ૧૨૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા કાર ચાલક અને સાગરીતને ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પીસીબી બ્રાંચના પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હુંણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પીબી ત્રાજિયા પીએસઆઇ આર કે જાડેજાની રાહબરીમાં પીસીબીની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન પીસીબીના કુલદીપ સિંહ જાડેજા વિજયભાઈ મેતા, યુવરાજ સિંહ રાણા,ને મળેલ બાતમીના આધારે મવડી પાડરોડ પર વોચ ગોઠવી ગોઠવી હતી, તે દરમિયાન સ્વીફ્ટ કાર જી જે 03 કે એચ ૪૩૭૯ને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ ૧૨૦ કિંમત રૂપિયા ૨.૬૩ લાખની મળી આવતા આરોપી ઋત્વિક દીપકભાઈ સોજીત્રા ઉંમર 22 રહે કોઠારીયા રોડ માટેલ પાર્ક માધવ પાર્ક શેરી નંબર છ અને અભિ જયંતીભાઈ ખાનપરા 32 રહે 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક તપોવન સ્કૂલની પાછળ વાળાને ઝડપી લીધા હતા.
પકડાયેલા બંને આરોપી પાસેથી 120 બોટલ વિદેશી દારૂ તેમજ સ્વીફ્ટ કાર સહિત કુલ 6.63 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દિલ્હીથી પાર્સલમાં રાજકોટ ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યાની કબુલાત આપી હતી.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા,પીઆઇ એમ.જે હુંણ, પીએસઆઇ પીબી,ત્રાજિયા,પીએસઆઇ આર કે જાડેજા, એ એસ આઇ મયુર પલારીયા, સંતોષભાઈ મોરી, દેવરાજભાઈ કલોતરા, દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા,વિશાલ દવે, હરદેવસિંહ રાઠોડ, કિરીતસિંહ, રાહુલગીરી, કુલદીપસિંહ જાડેજા, વિજય મેતા, યુવરાજસિંહ રાણા,નગીનભાઈ ડાંગર,હિરેન સોલંકી, હિરેન્દ્ર પરમાર સહિતની ટીમ જોડાઈ હતી.