BREAKING NEWS

પ્રૌઢને ડિજિટલ એરેસ્ટ કરી ૧.૧૫ કરોડ પડાવનાર ગેંગના સાગરીતના જામીન નામંજૂર

  • May 08, 2026 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના ભદ્ર વિસ્તારમાં રહેતા પ્રોઢને મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગની ધમકી આપી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે વોટ્સએપ - વિડીયો દ્વારા ડિજિટલ એરેસ્ટ કરી જુદી જુદી રીતે ધાક ધમકી આપી રૂ. ૧.૧૪ કરોડથી વધુ રકમ પડાવી લઈ સાયબર ક્રાઈમના ગુનામાં નાણાનો વહીવટ સંભાળનાર હરિયાણાના શખ્સની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, ગત તા. ૨૯- ૧૧- ૨૦૨૫ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટમાં કુરબાન વલીજી બદામી સોસાયટી, પત્રકાર સોસાયટીની નજીક, જુનો એરપોર્ટ રોડ રાજકોટ)એ ફરિયાદ લખાવેલ કે ગઈ તા. ૨૯-૧૦-૨૦૨૫ના રોજ તેને અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ અને જણાવેલ કે જિયો ટેલિકોમ કંપનીમાંથી બોલે છે, તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે કારણ કે આ તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ તથા સાઇબર આતંકવાદમાં થયેલ છે. જે સામે ફરિયાદીએ જણાવેલ કે તેણે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલ નથી, તો ફોન કરનારે ફરિયાદીને જણાવેલ કે 'તમારે મુંબઈ કાઈમ બ્રાન્ચ ખાતે ખુલાસો કરવાનો છે' તેમ કહી વોટ્સએપ વિડીયો કોલમાં સામે પોલીસની વર્દી પહેરેલ કોઈ વ્યક્તિએ સાથે વાત કરાવી તેણે ધમકાવી કેટલાક કાગળો બતાવી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી ફરિયાદી પાસેથી કુલ રુ. ૧,૧૪,૫૫,૦૦૦ બેંક ટ્રાન્સફર કરાવી ફરિયાદી પાસેથી લઈ લીધેલ અને હજૂ પણ વધુ રકમની માંગણી કરતા ફરિયાદીને સાયબર ક્રાઈમ થયી હોવાની જાણ થયેલ તેથી ફરિયાદી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે જઈ ફરિયાદ કરી હતી. પોલીસે આ ગુનામાં અનેક આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપીઓ વિરુદ્ધ પુરાવો મળી આવતા ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ થયા બાદ આરોપી શુભમ રઘુવીરસિંગ (રહે હરિયાણા)એ જેલમાંથી જામીન ઉપર છુટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાR તટે સકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સાયબર ક્રાઈમનો ગંભીર ગુનો નોંધાયેલો છે અને આરોપી આવા સાઇબર ક્રાઈમમાંથી જે નાણા બેંક ટ્રાન્સફર થતા તે બેંક ખાતાનો વહીવટ સંભાળતો તેથી આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જો તેને જામીન આપવામાં આવશે તો આ પ્રકારના ગુનેગારોને કોઈ ભય રહેશે નહીં, આવા ગુના આચરશે અને લોકોને ખોટી રીતે ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવશે, તેવી રજૂઆતો કરેલ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ વી. એ. રાણાએ આરોપી શુભમ રઘુવીરસિંગની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે, આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application