સુરેન્દ્રનગરમાં મિલકત સંબંધિત ગુનાઓને અંજામ આપતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તત્રં દ્રારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે અંદાજે . ૧.૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડા છે. રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિ રાય ની સૂચના તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ગુનાની તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસને આગળ ધપાવી પોલીસને આ સફળતા મળી હતી. તપાસ દરમિયાન પીઆઈ બી.એસ. શિંગરખિયા તથા પીએસઆઈ આર.જે. ગોહિલ તથા એન. એ. રાયમાં ને મળેલી બાતમીના આધારે પોલીસે વિદેશી એલ્યુમિનિયમના જાડા ઇલેકિટ્રક વાયરના બંડલ તથા વાયરના ટુકડાઓ સહિતનો જથ્થો કબજે કર્યેા હતો. આ મુદ્દામાલની અંદાજિત કિંમત . ૧,૮૦,૦૦૦ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી પાડી તેઓની વિધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયર ચોરી સબબ પોલીસે ચોટીલાના રાજપરા ગામના જુગેશ વિહાભાઈ બાવળિયા તેમજ વિનયગઢ તા. વાકાનેર ના કિશન વેલાભાઈ ધોરિયા, અને રણજીત બચુભાઈ ગણાદીયા ને ઝડપી પાડી પકડેલ મુદ્દામાલ અંગે તપાસ હાથ ધરેલ છે. વાયર ચોરી ઝડપી પાડવા અંગેની કામગીરીમાં એલસીબી ટીમનાં હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ જોગરાજીયા, મુન્નાભાઇ રાઠોડ, કુલદીપભાઈ બોરીચા, વજાભાઇ સાનીયા, હિતેશભાઈ ડાભી એયમહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લ ા પોલીસની આ કાર્યવાહી મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ બની છે. ચોરીના ગુનાનો પર્દાફાશ કરી . ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરાતાં પોલીસની કામગીરીને સફળતા મળી છે