BREAKING NEWS

મિરાજ જ્વેલર્સમાં સોનાની બે બુટી ચોરનાર ગઠિયો સકંજામાં

  • October 16, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ સોસાયટી સંત કબીર રોડ પર રહેતા પટેલ વેપારી ની ગોકુળ નગર આવાસ યોજના શોપિંગ સેન્ટરમાં આવેલ મિરાજ જ્વેલર્સ માં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો વેપારીની નજર ચૂકવી સ્ટ્રે માં રાખેલી સોનાની બે બુટી ચોરીના બનાવમાં આરોપીને થોરાળા ડી સ્ટાફે સકંજામાં લઈ લીધો હતો.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આવેલ બાલકૃષ્ણ સોસાયટી માં રહેતા કમલેશભાઈ લાધાભાઈ મુછાળા ઉંમર વર્ષ 65 નામના વેપારી એ થોરાળા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં કમલેશભાઈ ને એ જણાવ્યા મુજબ તેઓ ની ગોકુળ નગર આવાસ યોજના આરએમસી શોપિંગ સેન્ટર માં દુકાન નંબર બે મિરાજ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે ગત તારીખ 4 10 25 ના રોજ દ્વિતીય ક્રમ મુજબ વેપારી કમલેશભાઈ પોતાની જ્વેલર્સ ની દુકાન ખોલી દુકાનમાં એકલા બેઠા હતા તે દરમિયાન એક અજાણ્યો ગ્રાહક દુકાનમાં આવ્યો હતો.


વેપારીને આ અજાણ્યા વ્યક્તિએ કાનમાં પહેરવાની સોનાની બુટી બતાવવાનું કહેતા કમલેશભાઈ એ પોતાની પાછળ ડિસ્પ્લે માંથી મૂકી કાઢી યો મૂકી હતી જેમાંથી એક બુટી પસંદ કરી તેનું વજન કરાવી અન્ય બુટ્ટી બતાવવાનું કહેતા વેપારી ડિસ્પ્લે માંથી બુટી કાઢવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમની નજર ચૂકવી ટ્રેમાં રાખેલી સોનાની બે બુટી વેપારી ની નજર ચૂકવી કિંમત રૂપિયા 37,500ની ચોરી કરી લઈ જતા વેપારીએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


જે અંગે કમલેશભાઈ મુછાળા ની ફરિયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એન બી ડોબરીયા સહિતની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ડી સ્ટાફે બુટી ચોરી કરનાર ગઠિયાને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application