નવમા નોરતે ભક્તિ અને ઉત્સાહના અનોખા સંગમ સાથે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આદ્યશક્તિ મા જગદંબાની વંદના અને મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો પ્રારંભ થતાં જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ સંગીતના સથવારે ગરબાની રમઝટ શરૂ થતાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક-યુવતીઓ અને પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસોત્સવની રોનક વધારી હતી.


આ ભવ્ય રાસોત્સવમાં રાજકીય આગેવાનો, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, અગ્રણી ઉદ્યોગપતિ ચિરાગભાઈ પાણ, કોર્પોરેટર મનીષભાઈ ભટ્ટ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા



પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી - નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા પંચાયત પ્રમુખ - સંજયભાઈ પીપળીયા, તાલુકા પંચાયતના ભરતભાઈ ડાભી, જીએસટી એક્સપર્ટ જીતેશભાઇ પુનવાણી, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર ચેતનભાઈ નંદાણી, આરએમસીના જનસંપર્ક અધિકારી ભૂપેશભાઈ રાઠોડ તથા રાકેશભાઈ શીલુ, પ્રકાશભાઈ ચાવડા, બીપીનભાઈ રાઠોડ, ડી.આર.એમ ગિરિરાજ કુમાર મીના,ડૉ. અમિતભાઈ વાઢેર, ડૉ. કાર્તિક સુતરીયા, ડૉ. પ્રિયંકા સુતરીયા, રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ પરેશભાઈ ગજેરા, આરબીએ ચેરમેન અમિતભાઈ ત્રંબાડિયા, અગ્રણી બિલ્ડર રાજદીપસિંહ જાડેજા, અગ્રણી બિલ્ડર ઋષિતભાઈ ગોવાણી, અગ્રણી બિલ્ડર પૃથ્વીસિંહ રાણા, અગ્રણી બિલ્ડર હાર્દિકભાઈ રૈયાણી, સોનુભાઈ જોશી - સન એડ,ક્રિષભાઈ ગોહેલ અને પિયુષભાઈ ગોહેલ - વાઇકિંગ એડ, મૌલિકભાઈ પારેખ - ચારુ પબ્લિસિટી, કિરીટભાઇ આદરોજા - એન્જલ પંપ



આ પ્રસંગે આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર-ઇન-ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીથી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.



મેદાનમાં ઠેરઠેર રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયાની છટા જોવા મળી હતી. સંગીતના તાલે એકસાથે ઝૂમતા ખેલૈયાઓના ઉત્સાહે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. નવમા નોરતાની વિશેષતાને અનુરૂપ માતાજીની ભક્તિ સાથે લોકસંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. પરંપરાગત ગરબાથી લઈને વિવિધ રાસની રમઝટે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.




મા જગદંબાની આરાધનાથી શરૂ થયેલી નવમા નોરતાની આ સાંજ સંગીત, પરંપરા અને ઉત્સાહના રંગોથી ભરપૂર બની હતી. ખેલૈયાઓની મોટી હાજરી અને રાસ-ગરબાની રમઝટે આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવને યાદગાર બનાવ્યો હતો.