હાપા માર્કેટીંગ યાર્ડમાં સપ્તાહના બીજા દિવસે કુલ આવક ફકત ૮૩૭૪ ગુણી જણસ નોંધાઇ હતી જેમાં સૌથી વધુ આવક લસણની રહેવા પામી હતી જે ૪૮૧૫ મણ નોંધાઇ હતી જયારે ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો સૌથી વધુ ભાવ મરચાના ૧૩૨૦ થી ૭૦૬૦ નોંધાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો ઘઉં ૪૦૦ થી ૫૬૬, અળદ ૧૩૭૫ થી ૧૪૫૫, તુવેર ૧૩૦૦ થી ૧૫૬૫, વાલ ૭૦૦ થી ૮૪૫, મકાઇ ૨૦૦ થી ૩૫૦, ચણા ૧૦૯૦ થી ૧૧૩૫, મગફળી જીણી ૧૩૦૦ થી ૧૫૨૦, મગફળી જાડી ૧૧૦૦ થી ૧૫૫૦, મગફળી ૬૬ નં. ૧૨૦૦ થી ૧૪૫૫, એરંડા ૧૧૫૦ થી ૧૨૨૫, રાય ૧૦૮૦ થી ૧૪૫૫, લસણ ૧૦૨૫ થી ૧૬૦૫, કપાસ ૧૦૦૦ થી ૧૬૨૦, જીરૂ ૩૩૦૦ થી ૪૬૯૦, અજમો ૧૫૦૦ થી ૫૬૧૫, અજમાની ભૂસી ૧૦૦ થી ૨૬૫૦, ધાણા ૧૩૦૦ થી ૧૯૦૦, ધાણી ૨૦૦૦ થી ૨૫૦૦, ડુંગળી સુકી ૪૦ થી ૨૯૦, સોયાબીન ૯૩૫ થી ૧૧૧૫, વટાણા ૬૦૦ થી ૧૧૦૫ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૨૨૫૨૮ મણ ગુણી ૮૩૭૪ જે ૧૦૯૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.