BREAKING NEWS

ફતેહપુરમાં ગેસ સિલિન્ડર ફાટતાં બે માળનું મકાન ધરાશાયી: એક જ પરિવારના 2 લોકોના કરુણ મોત, 3 દાઝ્યા

  • September 28, 2026 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. માલવા કસબામાં આવેલી એક બે માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગ્યા બાદ બે ગેસ સિલિન્ડરમાં એક પછી એક ધમાકા સાથે વિસ્ફોટ થયો હતો. સિલિન્ડર ફાટવાના કારણે બે માળના મકાનની છત ધસી પડી હતી અને સમગ્ર મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં મકાનના મકાનના કાટમાળ નીચે દબાવાથી એક જ પરિવારના 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, માલવા કસબામાં રહેતા ફળ વિક્રેતા સુરેશ ગુપ્તાના ઘરે સોમવારે સાંજે રસોઈ બનાવતી વખતે રસોઈ ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતાં જ ફળ વિક્રેતાના પત્ની પૂજા દેવી, પુત્રી લક્ષ્મી દેવી અને લહુરી ઉમા દેવી બૂમાબૂમ કરતી બહાર દોડી આવી હતી. પરંતુ તે જ સમયે મકાનની અંદર એક પછી એક 2 જોરદાર વિસ્ફોટ થયા હતા, જેના કારણે ક્ષણભરમાં આખું બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.


ધમાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ફળ વિક્રેતાના 24 વર્ષીય ભત્રીજા આલોક ગુપ્તા અને 8 વર્ષીય વેદ ગુપ્તાનું કાટમાળ નીચે દબાવાથી કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે 15 વર્ષીય અર્પિત, 18 વર્ષીય કુનાલ અને પાડોશમાં રહેતો 5 વર્ષીય બાળ ટુકુ ગંભીર રીતે દાઝી ગયા હતા.


​​​​​​​બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સીઓ સીટી ગૌરવ શર્માએ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ભયાનક દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application