BREAKING NEWS

ગૌતમ અદાણીએ 100 બિલિયન ડોલરની ક્લબમાં સ્થાન મેળવ્યું, નેટવર્થમાં 59,400 કરોડ રૂપિયાના હાઈ જમ્પ

  • April 24, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની નેટ વર્થમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. શેરબજારમાં ઘટાડા છતાં, અદાણી ગ્રુપના ચેરમેનની કુલ સંપત્તિમાં ૭.૧૬ બિલિયન ડોલર એટલે કે 59,400 કરોડ રૂપિયાનો વધારો થયો છે, જેનાથી તેઓ 100 બિલિયન ડોલરના ક્લબમાં સ્થાન પામ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ 106 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જેનાથી તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૭મા ક્રમે છે. તેમણે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને પણ પાછળ છોડી દીધા છે.


આ વર્ષે અદાણીની કુલ સંપત્તિમાં 21.4 બિલિયન ડોલરનો વધારો થયો છે, જ્યારે ગેટ્સની કુલ સંપત્તિમાં 12.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ગેટ્સ 104 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 18 મા સ્થાને આવી ગયા છે. દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ગુરુવારે 1.11 અબજ ડોલર ઘટી ગઈ છે. તેઓ90.2 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૨૦મા ક્રમે છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં ૧૭.૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે.


અદાણીની મોટી છલાંગ

ગુરુવારે અદાણીની કુલ સંપત્તિમાં ૭ અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. લાંબા સમય પછી અદાણી ૧૦૦ અબજ ડોલરના ક્લબમાં ફરી જોડાયા છે. તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ૧૭મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે અદાણીની કુલ સંપત્તિમાં ૨૧.૪ અબજ ડોલરનો વધારો થયો છે.


ટોપ ટેન ધનકુબેરોની યાદી

645 અબજ ડોલરની સંપત્તિ સાથે ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચ પર છે. ગુરુવારે તેમની કુલ સંપત્તિમાં 9.89 અબજ ડોલરનો ઘટાડો થયો છે. લેરી પેજ 289 અબજ ડોલર સાથે બીજા સ્થાને છે. ગુરુવારે તેમની કુલ સંપત્તિમાં 9.49 બિલિયન ડોલર નો ઘટાડો થયો. આ યાદીમાં જેફ બેઝોસ (274 બિલિયન ડોલર ) ત્રીજા ક્રમે, સેર્ગેઈ બ્રિન (269 બિલિયન ડોલર ) ચોથા ક્રમે, માર્ક ઝુકરબર્ગ (233 બિલિયન ડોલર ) પાંચમા ક્રમે, લેરી એલિસન (227 બિલિયન ડોલર ) છઠ્ઠા ક્રમે, માઈકલ ડેલ (179 બિલિયન ડોલર ) સાતમા ક્રમે, જેન્સન હુઆંગ (165 બિલિયન ડોલર ) આઠમા ક્રમે, બર્નાર્ડ આર્નોલ્ટ (160 બિલિયન ડોલર ) નવમા ક્રમે અને જીમ વોલ્ટન (157 બિલિયન ડોલર ) દસમા ક્રમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application