BREAKING NEWS

50 લાખમાં પુત્ર ફોજદાર ન બનતા ડીએસપી બનાવા 2.36 કરોડ રૂપિયા ગઠીયાને આપ્યા!

  • November 06, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કુવાડવારોડ નવાગામમાં રહેતા માલધારી પરિવારના પુત્રને ફોજદાર બનાવવા પરિચિત સંબંધી દ્વારા પાલીતાણાના ઘેટી ગામના શખસે 50 લાખ લઈ લીધા બાદ પીએસઆઇ માં પુત્રનું લિસ્ટ માં નામ નહિ આવતા ચીટરે ચિંતા ન કરો ફોજદાર નહીં તો ડીએસપી બનાવી દઈશ તેમ કહી 2.36 કરોડ પડાવી લીધા બાદ ભાંડો ફૂટી જતા 88 લાખ પરત આપી 1.48 કરોડની છેતરપિંડી આચાર્યની ગઠીયા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ માં રહેતા માલધારી જીલુભાઈ ભગાભાઈ ગમારા એ ડીસીબી બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી તરીકે પાલિતાણાના ઘેટી ગામના હરિ રાજા ગમારા અને પાલિતાણાના વિવેક ઉર્ફે વિકી પ્રવીણ દવેના ફરિયાદમાં જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા જીલુભાઈને તેમની જ્ઞાતિના ઘેટી ગામના હરિ ગમારા સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી.


તે દરમિયાન આ મિત્રતાના કારણે બંને વચ્ચે ફોનનો વ્યવહાર તેમજ આરોપી હરિ રાજા ગમારા જીલુ ભાઈ ના ઘરે રાજકોટ આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા પુત્ર રાહુલને ફોજદારની પરીક્ષામાં પાસ કરાવવો હોય તો મારી પાસે લાગવગ છે, અને મારા જાણીતા વિવેક દવેને રાજકીય સંપર્ક છે અને તે નોકરી કરાવી દેશે. એવું એવું જીલુભાઈને કહ્યું હતું,સહુમત થયા હતા અને વિવેક દવે સાથે વાતચીત કરતાં તેણે રૂ.50 લાખ થશે અને એડવાન્સ પેટે રૂ.15 લાખ આપવા પડશે, બાકીની રકમ ઓર્ડર આવ્યે આપવા પડશે તેમ કહ્યું હતું.


જેથી જીલુભાઈએ રૂ.15 લાખ ચૂકવી દીધા હતા, મેરિટ લિસ્ટમાં રાહુલનું નામ ન આવતાં બંને ગઠિયાએ કહ્યું હતું, ચિંતા કરોમાં બીજી નોકરીમાં સેટિંગ કરાવી દઈશ, ત્યારબાદ ડીએસપીનો ઓર્ડર કરાવી આપું તેમ કહી વધુ રૂ.2.36 કરોડ અને એડવાન્સ પેટે રૂ.50 લાખ આપવાનું કહ્યું હતું, જે પેટે જીલુભાઈએ રૂ.37,76,366 ચૂકવી દીધા હતા. થોડા દિવસ બાદ હરિએ ફોન કરીને કહ્યું હતું કે, ડીએસપીનો ઓર્ડર તૈયાર છે તાત્કાલિક રકમ મોકલવાનું કહ્યું 1.98 કરોડ જીલુભાઈએ મોકલી આપ્યા હતા પરંતુ ઓર્ડર ન આવતા અને સમય વીતી જતા જીલુભાઈએ આપેલા નાણાંની પરત માંગ કરતા માત્ર 88 લાખ પાછા આપ્યા હતા અને 1.48 કરોડ નો ચૂકવતા અંતે પોલીસમાં બંને ચીટર સામે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application