61 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓની જાહેરાત થઈ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે રાજ્યના જુદા જુદા ગ્રામ પંચાયતોની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની 12 ગ્રામ પંચાયતમાં સામાન્ય, 1 મધ્યસત્ર તેમજ 27 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી, જ્યારે ભાણવડ તાલુકાની 22 ગ્રામ પંચાયતમાં સામાન્ય, 2 વિભાજન તેમજ 11 માં પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે.
આ સાથે કલ્યાણપુર તાલુકાની 28 ગ્રામ પંચાયતમાં સામાન્ય તેમજ 18 માં પેટા ચૂંટણી, દ્વારકા તાલુકાની 20 ગ્રામ પંચાયતમાં સામાન્ય તેમજ 5 માં પેટા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામુ તા. 2 જૂનના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ 9 જૂન છે. જ્યારે ઉમેદવારી પત્રકોની ચકાસણી તા. 10 જૂને થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તા. 11 જૂન મુકરર કરવામાં આવી છે. તા. 22 જૂન ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી તા. 25 જૂનના રોજ થશે. આ સાથે તા. 27 જૂન (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા સુધી) આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech