બિલ્ડર લોબી જ નહીં પરંતુ ખુદ કુદરત પણ રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચથી જાણે નારાજ હોય તેમ આગામી જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે બિલ્ડિંગના ફ્લાવર બેડ અંગે વિપક્ષી કોર્પોરેટરનો પ્રશ્ન પ્રથમ ક્રમે આવ્યો હોય આગામી જનરલ બોર્ડ મિટિંગ આ પ્રશ્ને તોફાની બનશે તેવા એંધાણ હાલથી જ વર્તાઈ રહ્યા છે.
ચીઠી ઉલાળી કોર્પોરેટરોના પ્રશ્નનો ડ્રો કરવા છતાં ફ્લાવર બેડનો પ્રશ્ન તેમાં પણ પ્રથમ ક્રમે આવ્યો હતો.
તા.૨૦ નવેમ્બરે મળનારી જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પહેલા ક્રમે નોંધાયેલા વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ કુલ ત્રણ પ્રશ્નો ઇનવર્ડ કરાવ્યા છે જેમાં (૧) રાજકોટમાં આર્કિટેકશન પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે બીયુપી (કમ્પ્લીસન) સર્ટિફિકેટ અટકાવાયા હોય તેવા બિલ્ડીંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા કેટલી છે જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઇઝ અને વિસ્તાર વાઇઝ તેમજ બિલ્ડીંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો. ફ્લાવર બેડ વાળા બિલ્ડીંગ રેગ્યુલરાઈઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તા.૧૮-૧૦- ૨૦૨૫ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કામગીરી તા.૧૧-૧૧-૨૦૨૫ સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી તેની સંપૂર્ણ વિગતો આપશો. તદઉપરાંત આ કામગીરી ક્યારે શરૂ થશે અને તે માટે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં શુ વ્યવસ્થા નિર્માણ કરેલ છે તે પણ જણાવશો? અને જો નિર્માણ ન કરાય હોય તો શા માટે નિર્માણ કરાય નથી તેની સંપૂર્ણ વિગતો આપશો. જ્યારે અન્ય પ્રશ્નમાં (૨) રાજકોટ શહેરની હદમાં નવા ગામો ભર્યા બાદ રાજકોટ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે? પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં રાજકોટની હદ ક્યાં સુધી આવે છે? તેની સંપૂર્ણ વિગતો માઇલ સ્ટોન સાથે જણાવશો. જ્યાં હદ પુરી થાય છે ત્યાં હદ પુરી થવા અંગેના સાઈનબોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી? અને ત્રીજા ક્રમે
(૩) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર કઈ કઈ એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવ્યા રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે? કેટલા ખોદ કામ મંજૂરી લઈને તેમજ રસ્તા રીપેરીંગ ની ડિપોઝિટ ચૂકવીને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવી લીધા તે રસ્તા થી મહાનગરપાલિકાની તિજોરી ને કેટલો આર્થિક ખર્ચ થયો? જેની સંપૂર્ણ વિગતો વોર્ડ વાઈઝ જણાવશો.
જ્યારે વિપક્ષના કોર્પોરેટર કોમલબેન ભારાઈએ (1) રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી ટીપીઓ ક્યારે આવશે? રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગેરકાયદેસર બાંધકામ કેટલા થયા ? તેની સામે કેટલી અરજીઓ વોર્ડ વાઇઝ આવી ૨૬૦(૧) અને ૨૬૦(૨) મુજબ કેટલી નોટિસો વોર્ડ વાઇજ આપી અને ૨૬૦(૨) પછી કેટલા બાંધકામો ડિમોલેશન કર્યા તે વોર્ડ વાઈજ જણાવશો ઇમ્પેક્ટ યોજના ચાલુ થઈ ત્યારથી તા.૧૧-૧૧-૨૦૨૫ સુધીમાં કેટલી અરજીઓ વોર્ડ વાઇઝ આવી તેમાંથી કેટલી મંજૂર કરી? ગેરકાયદેસર બાંધકામો થયા હોય તેમાં આર્કિટેક ની જવાબદારી શું? અને જો જવાબદારી હોય તો કેટલા આર્કિટેક ઉપર શું? શું? પગલા લીધા તેની તમામ વિગતો વોર્ડ વાઇઝ આપવી તેમાં દિન ચાર અને દિન સાતના કેટલા પત્રો જાવક કર્યા તેની તમામ વિગતો વોર્ડ વાઇઝ આપવી. જ્યારે બીજા પ્રશ્નમાં તેમણે ચાલુ વર્ષ-૨૦૨૫માં વરસાદને લીધે રોડ રસ્તામાં કેટલી નુકસાની આવી રોડ રસ્તા ખરાબ કેટલા થયા? ખાડા પૂરવામાં કેટલો ખર્ચ વડ વાઈજ થયો તેની વિગતો આપવી રાજકોટમાં ૧૬૭ ચો. કી. મી. ના વિસ્તારમાં ફેલાયેલું છે તેમાં કાચા રસ્તા કેટલા અને પાક્કા રસ્તા કેટલા? અને કેટલા રોડ રસ્તા બનાવવા ના બાકી છે તે વોર્ડ વાઇઝ વિગતો આપવી ચાલુ વર્ષમાં કેટલા બનાવવાના છે? તેની સંપૂર્ણ વિગતો વોડ વાઇઝ આપવી તેવી માંગણી કરી છે.
કયા કોર્પોરેટરનો પ્રશ્ન કેટલામાં ક્રમે ચર્ચાશે ?
૧.વશરામભાઈ સાગઠિયા
૨.વિનુભાઈ સોરઠિયા
૩.કાળુભાઇ કુગસીયા
૪.દુર્ગાબા જાડેજા
૫.જયશ્રીબેન ચાવડા
૬.સુરેશભાઇ વસોયા
૭.પરેશભાઈ ડી. પીપળીયા
૮.ડૉ. રાજેશ્રી ડોડીયા
૯.પ્રીતિબેન દોશી
૧૦.આશાબેન ઉપાધ્યાય
૧૧.વિનુભાઈ ઘવા
૧૨.વર્ષાબેન પાંધી
૧૩.મીનાબા જાડેજા
૧૪.કોમલબેન ભારાઈ
૧૫.મકબૂલભાઈ દાઉદાણી