BREAKING NEWS

ખાડાથી મુક્તિ આપો, મેયર પાસે ટોળું આવ્યું,વોર્ડ નં.૪માં કુવાડવા રોડ ઉપર ડી માર્ટ પાછળ સાત વર્ષથી ડામર રોડ નહીં બન્યાની રજૂઆત

  • November 04, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૪માં કુવાડવા રોડ ઉપર ડી માર્ટ પાછળ આવેલા ૫૦ ફૂટના રોડ ઉપર ખાડાઓ વચ્ચે ડામર રોડ શોધવો પડે તેવી ભયાનક સ્થિતિ હોય તેમજ સાત સાત વર્ષથી અહીં ડામર રોડ બન્યો ન હોય તેમજ ખાડાનું પેચવર્ક કરવા પણ કોઇ આવતું ન હોય આજે સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે મેયર નયનાબેન પેઢડિયાને આ અંગેની રજૂઆત કરવા લતાવાસીઓનું ટોળું ધસી આવ્યું હતું.

વિશેષમાં મેયરને રજુઆત કરવા ધસી આવેલા લતાવાસીઓએ આક્રોશભેર જણાવ્યું હતું કે ઉપરોક્ત રોડ ઉપર શ્રી બંગલો સોસાયટી છે જેમાં ૧૪૧ મકાન છે. સાત વર્ષથી મેઈન રોડ ઉપર પણ ડામર થયો નથી. પેચ વર્ક પણ થતું નથી. આથી વોર્ડ ઓફિસે અવાર નવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ જ પરિણામ નહીં આવતા અંતે આજે રહેવાસીઓ મેયરને રજુઆત કરવા આવ્યા હતા. આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ડહોળું પાણી આવતું હોવાની પણ લતાવાસીઓએ રજૂઆત કરી હતી. દરમિયાન મેયરે રજૂઆત સાંભળી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓ અને ઇજનેરોને આદેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application