BREAKING NEWS

જમીનદાર હાજિર હો! ઘંટેશ્વર ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૬ના મામલે હિંયરિંગ

  • December 05, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને આજે ઘંટેશ્વર ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૬ની સમજણ આપવા તેમજ સલાહ સૂચન સાંભળવા માટે એક ખાસ મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં ટીપી સ્કીમને લગતું તમામ સાહિત્ય અને વિગતો સભામાં રજુ કરીને સમજાવવા પ્રયાસ કરાયો હતો.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ,રાજકોટ મહાપાલિકાએ તેની સામાન્ય સભાનાં ઠરાવનં.૭ તા.૨૦ મે ૨૦૨૫થી ઠરાવ્યા મુજબ મુસદારૂપ નગરરચના યોજના રાજકોટનં.૪૬ ઘંટેશ્વર તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરેલ છે.ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈ હેઠળ યોજના નં.૪૬ ઘંટેશ્વરનો સુચિત મુસદ્દો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના સુચિત નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૬ ઘંટેશ્વરમાં રેવન્યુ સર્વે નંબરો તથા તેનાં તમામ પેટા ભાગનો સમાવેશ થાય છે, જેમાં ગામ ઘંટેશ્વરનાં રેવન્યુ સર્વેનં. ૧, ૨૪, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, ૫ર, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૭૯, તથા સરકારી ખરાબાના રે.સ.નં. ૧૫૦/પૈકીની જમીન ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯નાં નિયમનં.૧૭ની જોગવાઈ હેઠળ મુસદારૂપ નગરરચના યોજના રાજકોટનં.૪૬ ઘંટેશ્વરનાં મુસદ્દાની સુચિત દરખાસ્તોની સમજણ આપવા તથા સલાહ સુચનો મેળવવા માટે રખાયેલ સભામાં હાજર રહેવા યોજનામાં સમાવેશ થતા તમામ જમીનનાં માલીકો તથા હિત સંબંધ ધરાવનારી વ્યકિતઓને વ્યકિતગત નોટીસ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application