ગોંડલમાં સગીરને માર મારવાની ઘટનાએ જ્ઞાતિવાદી સ્વપ લેતા એક તબ્બકે પાટીદાર તથા ક્ષત્રીય સમાજ આમને સામને આવી આવેદનપત્રો આપી ગોંડલ બધં સુધી વાત પંહોચતા ગોંડલનું વાતાવરણ ડહોળાયું હતું.
જ્ઞાતિ વૈમેનસ્ય ની આગ લબકારા મારે તે પહેલા પાટીદાર સમાજ નાં પીઢ આગેવાનો તથા ક્ષત્રીય સમાજ ઉપરાંત બન્ને પિડીતો નાં પરીવારોને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ એક મચં પર લાવતા બન્ને સમાજે સમાધાન માટે હાથ લંબાવતા વિવાદ નો સુખદ અતં આવ્યો હતો.સાથોસાથ ઘટનામાં કુદી પડી વાતાવરણ ને ડહોળનારાં તત્વોને કારણે બન્ને સમાજ ગુમરાહ થયાની પણ સ્પષ્ટ્રતા કરાઇ હતી.
પાટીદાર સગીર ને માર મારવાની અને ક્ષત્રીય પરીવાર નાં બાળકની સતામણીની ઘટનાએ છેલ્લ ા એક અઠવાડિયાથી ગોંડલ નો માહોલ ગરમાયો હતો. જેમા ભડકાઉ ભાષણોને કારણે ગોંડલ ની શાંતિ ડહોળાતા જયરાજસિહ જાડેજાએ બન્ને પીડિતો ના પરીવાર તથા પાટીદાર તથા ક્ષત્રીય સમાજ નાં જવાબદાર આગેવોનો ની હાજરીમાં રિવર સાઈડ પેલેસ ખાતે બેઠક કરી સમાધાન ની ભુમીકા ઉભી કરી હતી.પિડીત સગીર નાં પિતા સમીરભાઈ લમણભાઈ સાટોડીયાએ સ્પષ્ટ્રતા કરી કે મારે કોઇ જ્ઞાતિ સાથે કયારેય કોઈ જગડો નથી.સમાધાન થી અમને રાજીપો છે.આ વાત હવે અહી પુરી થાયછે. યારે અન્ય પિડીત બાળક નાં મામા પ્રતિપાલસિંહ ગોહિલે પણ સમાધાન સ્વિકારી રાજીપા સાથે વાતને પુરી કરી હતી.
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે ઘટના દુ:ખદ હતી.પણ કેટલાક પરીબળો દ્રારા મોટો હાઉ ઉભો કરી દેવાયો હતો.ગોંડલ ને બદનામ કરવામાં કોઇ એ પાછુ વાળીને જોયુ નથી. ગોંડલની પ્રગતિ ધંધા ઉધોગ આ લોકોથી જોવાતા નથી.બન્ને પક્ષે સમજદારી દાખવી સાચી વાતને સ્વિકારીછે.તે બદલ બન્ને પરીવાર તથા સમાજ નો આભાર વ્યકત કરી આપણી શાંતિ સંગઠન કાયમી જળવાઇ રહે તે માટે ઉપસ્થિત તમામ સમાજ ને અપીલ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત યુવા અગ્રણી ગણેશભાઈ એ કહ્યુ ગોંડલ માં આકસ્મિક કઈં પણ ઘટના બને તો ગોંડલ ને બદનામ કરવાનો સિલસિલો શ થયોછે.ત્યાં સુધીકે ગોંડલ ને મિર્ઝાપુર ગણાવી દિધુ છે.આવા ટપોરીઓ ને કહેવાનું કે અહી અઢારે આલમનાં લોકો વચ્ચે ભાઇચારો છે.એ લોકોનાં વૈમેનસ્ય નાં સપના કયારેય પુરા નહી થાય. મનસુખભાઈ સખીયાએ કહ્યુ કે મુઠ્ઠીભર તત્વો વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરેછે.તો કેટલાક ટીઆરપી વધારવાં જુઠ્ઠી હકીકતો રજુ કરી રહ્યાછે.પણ આજે બધુ સ્પષ્ટ્ર થઇ ગયુ છે. માર્કેટ યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે ગોંડલ માં ગુંડારાજ ચાલેછે.જો એવુ હોય તો હમણાં જ એક વિઘા જમીન નો .છ કરોડ પીસ્તાલીશ લાખ માં સોદો થયો.કારણ કે ગોંડલ વિકસિત છે.ગોંડલ ની છબી ખરડવાનાં કેટલાક લોકો ઇશ્યુ ઉભા કરેછે.રાજાશાહી સમય થી અહી પટેલો અને દરબારો વચ્ચે ગાંઢ સબંધો ચાલ્યા આવેછે.મિડિયાને ગુમરાહ કરી આ લોકો જયરાજસિહ તથા તેના પરીવાર ને બદનામ કરવાનુ મિશન ચલાવી રહ્યા છે.
ક્ષત્રીય સમાજ નાં પીઢ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે બન્ને પક્ષે કોઇ વેરઝેર નથી.કે નથી પુર્વયોજીત કાવત્રુ. બનાવ માત્ર આવેશ માં બન્યોછે.બધાય થી મોટુ ધન સમાધાન છે.જયરાજસિહ ને મતની પેટીમાં પંહોચી શકતા ના હોય તેવા લોકો સમજણ વગરનું અર્થઘટન કરી વાતાવરણ બગાડી રહ્યાછે.
રાજપુત ક્ષત્રીય યુવક મંડળનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા હરદિપસિહ જાડેજાએ કહ્યુ કે ગોંડલ માં ભાઇચારો છે.મહારાજા ભગવતસિહ સમયથી પટેલ અને દરબારો નાં સબધં સુમેળ ભર્યાછે.બનાવ અંગે ખોટુ ચિત્ર રજુ કરનારા બહાર નાં લોકોએ વાસ્તવ માં ગોંડલ આવીને સત્ય જાણવુ જોઈએ. બેઠકમાં પાટીદાર આગેવાન કુરજીભાઈ ભાલાળા,અશોકભાઈ પરવડીયા,પિન્ટુભાઈ સાટોડીયા,જીગરભાઈ સાટોડીયા, સામતભાઇ બાંભવા,અમૃતભાઇ મકવાણા, આશીફભાઈ જકરીયા સહીતે જણાવ્યુ કે બન્ને પક્ષોએ સમજુતી દાખવી સમાધાન નો રાહ અપનાવી બનાવ ને ઇશ્યુ બનનાર લેભાગુ તત્વોને કરારો જવાબ આપ્યો છે.
બેઠક માં ગોપાલભાઈ શિંગાળા, અગ્રણી ઉધ્યોગપતિ લમણભાઈ પટેલ,અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ ના પ્રમુખ હેમભા ઝાલા,પિન્ટુભાઈ ચુડાસમા, બટુકભાઈ ઠુંમર,યોગેશભાઈ કીયાડા, કચરાભાઇ વૈશ્નવ, વિવિધ જ્ઞાતિઓ નાં આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech