BREAKING NEWS

ભાણવડ : રોજીવાડા વાડી વિસ્તારમાં ફરી દેખાયો મહાકાય અજગર

  • November 26, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના રોજીવાડા ગામના વાડી વિસ્તાર નજીક ખેત મજૂરના ઝૂપડા નજીક રાત્રિના સમયે એક ૯ ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન એટલે કે ભારતીય અજગર દેખાતા વાડી માલિક દ્વારા ભાણવડના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરતા તેઓ તુરંત સ્થળ પર પહોંચી જઈ અને આ મહાકાય અજગરને સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યો હતો બાદમાં તેને તુરંત બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો.

​​​​​​​આ રેસ્ક્યુ ઓપરેશનમાં શિવ બળદ આશ્રમના પ્રમુખ અને રેસ્ક્યુઅર અશોક ભાઈ ભટ્ટ, દુદાભાઈ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application