આઈપીએલ ૨૦૨૬ વૈભવ સૂર્યવંશી માટે અત્યંત શાનદાર સાબિત થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ ઓપનરે એલિમિનેટર મેચમાં જ યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવ અત્યાર સુધીમાં કુલ ૬૫ સિક્સર ફટકારી ચૂક્યો છે.
માત્ર સિક્સરથી બનાવ્યા ૩૯૦ રન
વૈભવે આ સીઝનમાં રમેલી ૧૫ ઇનિંગ્સમાં ૫૫ ચોગ્ગા અને ૬૫ છગ્ગાની મદદથી કુલ ૬૮૦ રન બનાવ્યા છે અને તે હાલ ઓરેન્જ કેપ હોલ્ડર છે. ચોંકાવનારી વાત એ છે કે તેના માત્ર સિક્સર દ્વારા બનેલા રન ૩૯૦ છે. આ આંકડો આઈપીએલ ૨૦૨૬ ના અનેક સ્ટાર દિગ્ગજોના સીઝનના કુલ સ્કોર કરતાં પણ વધારે છે
વૈભવના સિક્સર સ્કોર (૩૯૦ રન) થી પાછળ રહી ગયેલા ૧૦ દિગ્ગજોની યાદી
ઋષભ પંત (LSG - કેપ્ટન, ૨૭ કરોડ)૩૧૨ રન ૭૮ રન પાછળ
રોહિત શર્મા (MI)૨૮૩ રન (૯ ઇનિંગ્સ)૧૦૭ રન પાછળ
સૂર્યકુમાર યાદવ (MI - T20 કેપ્ટન)૨૭૦ રન૧૨૦ રન પાછળ
તિલક વર્મા (MI)૩૫૯ રન૩૧ રન પાછળ
અજિંક્ય રહાણે (KKR - કેપ્ટન)૩૩૫ રન૫૫ રન પાછળ
કેમરોન ગ્રીન (KKR)૩૨૨ રન૬૮ રન પાછળ
ફિન એલન (KKR)૩૪૯ રન૪૧ રન પાછળ
પ્રિયાંશ આર્યા (PBKS)૩૬૪ રન૨૬ રન પાછળ
ટિમ ડેવિડ (RCB)૨૮૧ રન૧૦૯ રન પાછળ
શિવમ દુબે (CSK)૭૦ રન૩૨૦ રન પાછળ
આજે ગુજરાત ટાઇટન્સ સામે અગ્નિપરીક્ષા
આજે આઈપીએલ ૨૦૨૬નો ક્વોલિફાયર-૨ મુકાબલો ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ટકરાશે. જો આ મેચ વરસાદને કારણે રદ થશે, તો લીગ સ્ટેજના પોઇન્ટ્સના આધારે ગુજરાત ફાઇનલમાં પહોંચશે અને વૈભવની રાજસ્થાન બહાર થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application