BREAKING NEWS

ઘર પાસે રમતી તરુણી પડોશીની કારની ઠોકરે ચડી જતા મોત

  • October 01, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામ રાણપુરમાં ઘર નજીક રમતી તરુણી પડોશીની કારની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. બનાવના પગલે તરુણીના પિતાએ ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


પ્રાપ્ત વિગત મુજબ નવાગામ રાણપુરમાં રહેતા રૈયાભાઈ ઉર્ફ રવજીભાઈ કુરીયાની 15 વર્ષીય પુત્રી જીવાંશી મંગળવારે ઘર પાસે રમતી હતી ત્યારે પડોશમાં રહેતા રમેશભાઈ ધામેચા તેની કાર જીજે-૦૩-જેએલ-૧૧૧૬ લઈને નીકળ્યા હતાં. ત્યારે કારની ઠોકરે ચડી જતા નીચે પડી જવાથી કારનું આગળનું વ્હીલ માથે ફરી વળતા માથામાં ઇજા થવાથી માતા સહિતના દોડી ગયા હતા અને તાકીદે સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

જિયાંશી એક ભાઇમાં મોટી હતી. પિતા રૈયાભાઈ કુવાડવા રોડ પર ચાંદીકામના કારખાનામાં નોકરી કરે છે. બનાવના પગલે મૃતકના પિતાની ફરિયાદના આધારે કાર ચાલક રમેશભાઈ ધામેચા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application