કાલાવડમાં રહેતી 24 વર્ષીય યુવતીની તબિયત બગડતા અને ઉલટી થવા લાગતા પ્રથમ તેને કાલાવડમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી બાદમાં રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા અહીં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. બનાવની કરૂણતા એ છે કે, બીમારી સબબ જે યુવતીનું મોત થયું છે તેના આગામી તારીખ 28/12 ના લગ્ન નિર્ધાર્યા હતા. લગ્નના બે દિવસ પૂર્વે છે યુવતીનું મોત થતા પટેલ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ કાલાવડમાં રહેતી દીપીકા તુલસીભાઈ રાબડીયા (ઉ.વ. 24) નામની યુવતીની ગઈકાલ રાત્રિના ઘરે અચાનક ઉલટી થવા લાગતા અને તબિયત બગડતા કાલાવડમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. પરંતુ યુવતીની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન આજરોજ સવારના સુમારે યુવતીનું મોત થયું હતું. બનાવની જાણ થતા આ મામલે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવતીના પિતા તુલસીભાઈ ટ્રાવેલ્સના ધંધાર્થી છે અને સાથોસાથ તેઓ ખેડૂત પણ છે. દીપિકાના લગ્ન આગામી તારીખ 28/12/2025 ના સમૂહલગ્નમાં નિર્ધારિત કરાયા હતા. એટલું જ નહીં આવતીકાલે તારીખ 27/12 ના યુવતીની સગાઈ થવાની હતી. લગ્નના બે દિવસ પૂર્વે જ યુવતીનું મોત થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application