શહેરના રૈયા રોડ વિસ્તારમાં રહેતી યુવતીને મધરાત્રે પ્રેમીએ ઘરે જઈ પાઇપથી મારમારતા પગમાં ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતીએ પ્રેમી હિરેન ધોળકિયા ઉર્ફે કાનો રાજા સામે ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કાના ઉર્ફે હિરેને પોતે પરણિત હોવાથી છૂટાછેડા લઇને તારી સાથે લગ્ન કરી લઈશ તેમ લાલચ આપી અવાર નવાર શોષણ કર્યું હતું આચર્યું હતું. અને અગાઉ પૈસા પણ લઇ ગયો હતો. આ બાબતે પોલીસમાં અરજી કરતા પોલીસે પૈસા પરત અપાવ્યા હતા જે બાદ ફરી આવી એકાદ લાખ લઇ ગયો હતો. જે અંગે પોલીસમાં અરજી કરતા હવે કોઈ સંબંધ રાખવા નથી કહી પાઇપથી હુમલો કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતી રાત્રીના ત્રણેક વાગ્યે ઘર પાસે હતી ત્યારે પૂર્વ પ્રેમી કાનો ઉર્ફે હિરેન ધોળકિયા ધસી આવ્યો હતો અને બોલાચાલી કરી હાથમાં રહેલા પાઇપ વડે આડેધડ માર મારતા યુવતીને હાથે-પગે ઇજા થવાથી સિવિલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.
યુવતી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થઇ રહી છે. હોસ્પિટલના બિછાને રહેલી યુવતીએ કહ્યું હતું કે, કાનો ઉર્ફે હિરેન સાથે સિવિલ હોસ્પિટલમાં પરિચય થયો હતો. એ પછીથી ફોનમાં એક બીજા સાથે વાત કરતા હતા ત્યારે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું અને મારી સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો. એ સમયે તેને પૈસાની જરૂર ઉભી થતા રૂ.2.70 લાખ આપ્યા હતા. અને પોતે લગ્ન કરશે તેવી લાલચ આપી શોષણ પણ કર્યું હતું. પરંતુ એ પરણિત હોવાની મને ખબર પડતા મેં તેને છૂટાછેડા લેવાનું કહી મારી સાથે લગ્ન કરવાનું કહેતા કાના ઉર્ફે હિરેનએ લગ્ન કરવાની ના કહી દીધી હતી. આથી આપેલા પૈસા પરત મેળવવા પોલીસમાં અરજી પણ કરી હતી ત્યારે સમાધાન થઇ જતા પૈસા પરત આપી દીધા હતા. ત્યાર બાદ ફરી વાતચીત કરી 1.70 લાખ લઈ ગયો હતો. આ પૈસા પાછા આપતો ન હોય ફરીથી પોલીસમાં અરજી કરતા તેનો ખાર રાખી ઘરે આવી હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application