જામનગર: કાલાવડના હરિપર-ખંઢેરા ગામની યુવતી ભેદી રીતે ગુમ
જામનગર: કાલાવડના હરિપર-ખંઢેરા ગામની યુવતી ભેદી રીતે ગુમ
October 20, 2026 04:39 PM
જામનગર: કાલાવડના હરિપર-ખંઢેરા ગામની યુવતી ભેદી રીતે ગુમ
કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામેથી ૨૨ વર્ષીય યુવતી ગુમ થવા અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. પોલીસમાં જાહેર કરાયેલી વિગત મુજબ, હરિપર (ખંઢેરા) ગામમાં રહેતા મનોજભાઈ નાથાભાઈ સરસીયાની પુત્રી હીરલબેન સરસીયા, ઉંમર ૨૨ વર્ષ, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારના સુમારે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હોવાથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ગુમ થનાર હીરલબેનનો શ્યામવર્ણ છે અને તેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ છે. ઘરેથી નીકળી ત્યારે તેણે કાળા રંગનું ટી-શર્ટ અને મરૂન રંગનું પેન્ટ પહેર્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમનોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી યુવતી અંગે કોઈને જાણકારી મળે તો કાલાવડ ટાઉન પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.