રાજધાની દિલ્હી ફરી એકવાર અત્યંત જઘન્ય ઘટનાઓથી હચમચી ઉઠી છે, ૨૦૧૬ના નિર્ભયા કાંડ જેવી જ માનવતાને શર્મસાર કરે તેવા એક નહી, બે બનાવ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, દિલ્હીના કરોલ બાગમાં દેશબંધુ ગુા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો. વધુમાં, દિલ્હીના કાલકાજી મંદિર નજીકના પાર્કમાં એક યુવતી પર સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસે હવે બંને કેસમાં કાર્યવાહી શ કરી છે.
પહેલા બનાવની વાત કરીએ તો દિલ્હીના કરોલ બાગમાં દેશબંધુ ગુા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૬ વર્ષની બાળકી પર યુવકે પાશવી બળાત્કાર ગુજાર્યેા હતો. બળાત્કારની જાણ થતાં, સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને હાલમાં તેની પૂછપરછ કરી રહી છે. દરમિયાન, ઘટના બાદ ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કયુ હતું. પોલીસે છોકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારબાદ પોકસો એકટ અને ફોજદારી કાર્યવાહી સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યે, કેટલાક સ્થાનિક
લોકો ૬ વર્ષની બાળકી અને તેના પરિવારને લઈને શિદિપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેઓ આરોપીને પણ પોતાની સાથે લાવ્યા. પોલીસે આરોપીની ઓળખ ૩૪ વર્ષીય અંકિત તરીકે કરી, જે દિલ્હીના કિશનગંજનો રહેવાસી છે. અંકિત પીડિતાના પરિવારને સારી રીતે ઓળખતો હતો. છોકરીના પિતાના જણાવ્યા અનુસાર, તેને સાંજે ૭ વાગ્યે ફોન આવ્યો હતો, અને તે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં પડોશીઓએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આરોપી કિશનગજં વિસ્તારમાં છોકરી પર જાતીય હત્પમલો કરતો પકડાયો હતો, ત્યારબાદ લોકોએ તેને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. નોંધનીય છે કે અગાઉ, દિલ્હીના સદર બજારમાં એક દુકાનમાં એક યુવતીને બંધક બનાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
સામૂહિક બળાત્કારનો એક આરોપી ઝબ્બે
બીજી તરફ, દિલ્હીમાં કાલકાજી મંદિર અને ઇસ્કોન મંદિર પાસે એક સગીર પર સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ જણાવ્યું હતું કે તે તેના મિત્ર સાથે કાલકાજી મંદિર ગઈ હતી. પ્રાર્થના કર્યા પછી, તેઓ સાંજે ૭:૩૦ વાગ્યાની આસપાસ આસ્થા કુંજ પાર્ક ગયા. આ દરમિયાન, ૨૫–૩૦ વર્ષની ઉંમરના ત્રણ પુષો પોલીસ અધિકારી હોવાનો દાવો કરીને ત્યાં પહોંચ્યા અને યુવક અને યુવતીને ધમકી આપી. એક પુષે મહિલાના મિત્રને પકડી લીધો, અને પછી ત્રણેયે તેના પર બળાત્કાર કર્યેા.આ સામૂહિક બળાત્કાર કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને એક આરોપીને ઝડપી લીધો છે જયારે અન્ય બે પકડવાના બાકી છે.