લઘુતમ તાપમાનમાં ઘટાડાનો અને ઠંડીમાં વધારાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન 7.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74% રહેવા પામ્યું હતું અને તેના કારણે ગિરનાર પર્વત ટાઢોબોળ બની ગયો છે.
જુનાગઢ શહેરમાં આજનું લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી અને ભવનાથ તળેટીમાં 10.4 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં આજે લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેવા પામ્યું હતું. રાજકોટમાં 13.2 પોરબંદરમાં 13.4 ભુજમાં 14.4 ડીસામાં 12.8 અમરેલીમાં 12 ભાવનગરમાં 15.4 દ્વારકામાં 17.6 કંડલામાં 14.5 ઓખામાં 21.4 અને વેરાવળમાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું હતું.
અમદાવાદનું લઘુતમ તાપમાન આજે 13 ડિગ્રી રહેવા પામ્યું હતું. વડોદરામાં પણ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં 13.5 સુરતમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
પંજાબ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા વિદર્ભ હરિયાણા અને મરાઠાવાડના અમુક ભાગમાં કોલ્ડ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે.
સમગ્ર હિમાલયન રીજીયનને પ્રભાવિત કરે તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી તારીખ 13 ના રોજ આવું વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય રીજીયનમાં ઊભું થવાનું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.
તમિલનાડુ કેરલા લક્ષદ્વીપ નિકોબાર આંદામાનમાં ભારે વરસાદ ચાલુ જ છે અને આગામી તારીખ 13 સુધી તે ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણના રાજ્યો ઉપરાંત હિમાલયન રીજીયનમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે