BREAKING NEWS

ગિરનાર પર્વત સતત બીજા દિવસે ઠંડોગાર: 9.3 ડિગ્રી

  • November 15, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પર્વત ઉપર આજે પણ લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં રહ્યું હતું. ભેજવાળા ઠંડા પવનના કારણે ઠંડીની તીવ્રતા પણ ઘણી વધી ગઈ છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન 9.3 ડીગ્રી નોંધાયું હતું, ભવનાથ તળેટીમાં 12.3 અને જુનાગઢ શહેરમાં 14.3 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.

રાજ્યના અન્ય વિસ્તારોમાં આજે પણ લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઈકાલે જ્યાં 13 ડિગ્રી જેટલું તાપમાન હતું તે અમરેલીમાં આજે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં પણ સામાન્ય વધારા સાથે ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયા પછી બીજા ક્રમે રાજકોટમાં 14.5 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે.

રાજ્યના અન્ય શહેરોની લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16.6 વડોદરામાં 15.2 ભાવનગરમાં 16.6 ભુજમાં 17.4 ડીસામાં 15.3 દ્વારકામાં 21.2 ગાંધીનગરમાં 15.5 કંડલામાં 18.5 પોરબંદરમાં 16.4 સુરતમાં 18.6 અને વેરાવળમાં 19.8 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન નોંધાયું છે.

આવતીકાલથી ગુજરાત સહિત પશ્ચિમ ભારતના રાજ્યોમાં લઘુતમ તાપમાન નો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો આગામી પાંચ દિવસમાં નીચો ઉતરશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જોકે દેશના અન્ય રાજ્યોમાં ઠંડીના મામલે ખાસ નોંધપાત્ર ફેરફારની શક્યતા નથી.

મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોલ્ડ વેવ કન્ડિશન યથાવત રહી છે. આજે સવારે રાજસ્થાનના સિકરમાં માત્ર છ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે અને હજુ તેમાં પણ વધુ ઘટાડાની આગાહી કરવામાં આવી છે.

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં અને ઉત્તર પ્રદેશમાં ધુમસનું વાતાવરણ છવાયું છે અને આવું જ વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application