BREAKING NEWS

47ની ઉંમરે પણ 25 જેવો ગ્લો! જાણો આમિર ખાનની મિત્ર ગૌરી સ્પ્રેટની એવરગ્રીન બ્યુટીનું અસલી રહસ્ય

  • June 06, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના લગ્નની ચર્ચાઓ આજકાલ સોશિયલ મીડિયા પર જોરોમાં છે. તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ પોતાની સુંદરતા અને અદભુત ફિટનેસના કારણે લાઈમલાઈટમાં આવી છે. 
47 વર્ષની ઉંમરે પણ ગૌરીના ચહેરા પર ગજબનો ગ્લો જોવા મળે છે, જેને જોઈને તેમની સાચી ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. સ્કીન કેર નિષ્ણાતોના મતે, વધતી ઉંમરે પણ ત્વચાને આવી જુવાન રાખવા માટે શરીરમાં 'કોલેજન' પ્રોટીનનું સંતુલન જાળવવું સૌથી મહત્વપૂર્ણ છે.
શું છે કોલેજન પ્રોટીન અને ત્વચા માટે તે કેમ જરૂરી છે?
કોલેજન એ માનવ શરીરમાં કુદરતી રીતે બનતું એક ખાસ પ્રોટીન છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતા અને કસાવ જાળવી રાખવાનું મુખ્ય કામ કરે છે.
ઉંમરની અસર: 30 વર્ષની ઉંમર વટાવ્યા પછી શરીરમાં કોલેજન બનવાનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવા લાગે છે.
લક્ષણો:-આ પ્રોટીનની ઉણપ થતાં જ ચહેરા પર ઝીણી કરચલીઓ , શુષ્કતા અને કાળા ડાઘ દેખાવા લાગે છે. જોકે, યોગ્ય આહાર અને ત્વચાની નિયમિત સંભાળ દ્વારા આ પ્રક્રિયાને લાંબા સમય સુધી રોકી શકાય છે.
ચહેરા પર મોંઘી ક્રીમો ઘસવા કરતાં અંદરથી સ્કીનને પોષણ આપવું વધુ કારગર નીવડે છે. કોલેજન બુસ્ટ કરવા માટે આ વસ્તુઓ ખોરાકમાં સામેલ કરો,વિટામિન સી યુક્ત આહાર, સંતરા, લીંબુ, આમળા, જામફળ, બેરીઝ અને ટામેટામાં વિટામિન સી પુષ્કળ હોય છે, જે શરીરમાં કોલેજનના ઉત્પાદનને ઝડપી બનાવે છે.
ઝિંક અને કોપર, વિવિધ પ્રકારના નટ્સ (બદામ, અખરોટ), તલ અને કદ્દુના બીજ (પમ્પકિન સીડ્સ) ખાવાથી ત્વચાની કોષો રીપેર થાય છે.એમિનો એસિડ: સોયાબીન, કઠોળ, મશરૂમ અને પાલક જેવા લીલા શાકભાજી ત્વચાના સ્નાયુઓને મજબૂતી આપે છે.આ ચાર સ્કીન કેર રૂટિન ક્યારેય ન ચુકસો ગૌરી સ્પ્રેટ પોતાની ત્વચાને કુદરતી રીતે સુંદર રાખવા માટે કેટલીક ખાસ આદતોનું સખત પાલન કરે છે
રોજિંદી કસરત કે યોગ
 દરરોજ વર્કઆઉટ કે યોગ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ચહેરાના ફીચર્સ સપ્રમાણ રહે છે.
CTM ફોર્મ્યુલા 
ત્વચાને સ્વચ્છ રાખવા માટે રોજ ક્લીન્સિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ (CTM) કરવું અનિવાર્ય છે. રાત્રે સૂતા પહેલાં ચહેરો સાફ કરવાનું ક્યારેય ન ભૂલવું.
સનસ્ક્રીન
સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો ત્વચાને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે અને કરચલીઓ વધારે છે, તેથી ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન અચૂક લગાવો.
એન્ટી-એજિંગ સીરમ
વધતી ઉંમરે સ્કીનને ચમકદાર રાખવા માટે ડોક્ટરની સલાહ મુજબ વિટામિન સી સીરમ અથવા રેટિનોલનો ઉપયોગ કરી શકાય છે.
ગ્લોઈંગ સ્કીન જોઈતી હોય તો આ ૩ વસ્તુઓનો ત્યાગ કરો
જો તમે મોંઘી ટ્રીટમેન્ટ કરાવો પરંતુ લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો કોઈ ફાયદો નહીં થાય. 
સુંદર ચહેરા માટે આ આદતો બદલો:
૧. ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ 
વધુ પડતી ખાંડ ખાવાથી ત્વચાનું કોલેજન તૂટી જાય છે, જેનાથી ચહેરો ઉંમર વહેલો ઘરડો દેખાવા લાગે છે. બહારનું જંક ફૂડ ખાવાનું સદંતર બંધ કરો.
૨. મીઠું નિયંત્રિત કરો:
 ખોરાકમાં મીઠા (નમક) નું પ્રમાણ મર્યાદિત રાખવું.
૩. વ્યસનોથી દૂર રહો
 ધૂમ્રપાન (Smoking) અને આલ્કોહોલ જેવી નબળી આદતો સ્કીનના ગ્લોને સંપૂર્ણપણે છીનવી લે છે.તબીબી ડિસ્ક્લેમર (Medical Disclaimer):આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જ્ઞાન અને ઘરગથ્થુ ઉપચારો પર આધારિત છે. રેટિનોલ કે કોઈ પણ એક્ટિવ કેમિકલ સીરમનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશા લાયકાત ધરાવતા ત્વચા રોગ નિષ્ણાત (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ લેવી અત્યંત જરૂરી છે. આ માહિતીને કોઈ વ્યવસાયિક તબીબી સારવાર તરીકે ન ગણવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application