BREAKING NEWS

રાજકોટમાં ખમણની આડમાં ગોગો પેપરનો ધીકતો ધંધો શરૂ કર્યો હતો

  • December 18, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નશામુક્ત રાજકોટ મિશન અંતર્ગત શહેરમાં ચરસ-ગાંજા જેવા પ્રતિબંધિત દ્રવ્યો અંગે સેવનમાં ઉપયોગી 'ગોગો' પેપર ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકીને વેચાણ ઉપર ઘોષ બોલાવવા અને ઝુંબેશ ચલાવવા કરેલ હુકમના પગલે રાજ્યભરની પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું છે.ત્યારે રાજકોટ સીટી એસ ઓ જી ટીમે રૈયારોડ પર આવેલી ખમણની દુકાનમાં દરોડો પાડીને ચાર હજાર નંગ 'ગોગો'પેપરના જથ્થા સાથે વેપારીને તેમજ બી ડિવિઝન પોલીસે કુવાડવા જકાતનાકા સામે દ્વારકાધીશ પાન અને પ્રનગર પોલીસે જકશનમાં જ્યોતિપાન તેમજ રઘુનંદન સોસાયટીમાં શક્તિ પાનમાં દરોડો પાડી વેપારીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બીબી બસીયા દ્વારા ડ્રગ્સ મુકત રાજકોટ મિશન અંતર્ગત નશીલા દ્રવ્યો તેમજ પ્રતિબંધિત નશાના ઉપયોગમાં લેવાતી સામગ્રી ઝડપી લેવા કરેલા આદેશ કર્યા હતા.

જેના પગલે રાજકોટ શહેર એસ ઓ જી બ્રાન્ચના પીઆઇ, એસ.એમ. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ સહિતની ટીમે રામેશ્વર ચોક જલારામ નાયલોન ખમણ નામની દુકાનમાં દરોડો પાડી ચેકિંગ કરતાં દુકાનમાંથી રોલિંગ પેપર, બોક્સ નંગ 36 ગોગો સ્મોકિંગ કોન 40 બોક્સ, ફિલ્ટર ટીપ્સ, બોક્સ નંગ ચાર, ક્રસીંગ-ટ્રેનો જથ્થો મળી કુલ 58,920ના મુદ્દામાલ સાથે વેપારી મહેશભાઈ ધીરજલાલ રાજવીર (ઉ.વ.૬૫, રહે.રામેશ્વર પાર્ક શેરી નં.૩)ની ધરપકડ કરવામાં આવી હતી.

વેપારીની પૂછપરછમાં આબજથ્થો અમદાવાદથી લાવ્યાનુ અને ખમણની દુકાનની સાથે જ 'ગોગો' પેપરનું વેચાણ સેલ્સમેનની જેમ દુકાને-દુકાને જઈને વેચતા હતા તેમજ પાંચેક માસ પૂર્વે ધંધો શરૂ કર્યો હતો. રાજકોટમાં 'ગોગો'ની વધુ માંગ હોવાથી તેઓ મોટાપાયે જથ્થો લાવ્યા હતા,પોલીસે સ્થળ પરથી ૨૨૦૦ નંગ સ્મોકિંગ કોન, ૧૮૦૦ નંગ રોલિંગ પેપર્સ, ૮૮ નંગ ફિલ્ટર ટીપ્સ, ૮૮ નંગ ક્રસિંગ ટ્રે સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જંકશન પ્લોટ અને પોપટપરામાં બે દુકાનમાંથી ગોગો પેપર ઝડપાયા

ડ્રગ્સ મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત એસઓજી, તેમજ જુદા જુદા પોલીસ મથક દ્વારા ચોરસ અને ગાંજામાં ઉપયોગ લેવાથી ગોગો સ્ટ્રીપ સામે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે પ્રો નગર પોલીસે જંકશન પ્લોટ માં આવેલ જ્યોતિપાન માંથી 20 રોલ ગોગો સાથે ઉમંગ વડોદરિયા ને તેમજ પોપટપરામાં શક્તિપાન માંથી 15 નંગ ગોગો પેપર સાથે વેપારી વિક્રમસિંહ ઝાલા ની સામે ગુનો દાખલ કર્યો હતો.


કુવાડવા જકાતનાકા પાસે દ્વારકાધીશ પાનમાં દરોડો

રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ મથકના ડીસ્ટાફે કુવાડવા રોડ ઉપર આવેલ જકાતનાકા સામે દ્વારકાધીશ પાન નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરતા પ્રતિબંધિત 1890ની કિંમતનો ગોગો પેપરનો જથ્થો મળી આવતા દુકાનદાર અર્જુન રેવાભાઇ બોરસિયા ઉ.વ. 24 રહે માલધારી સોસાયટી વાળા વેપારી સામે ગુનો દાખલ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application