BREAKING NEWS

લગ્નની સીઝનમાં જ સોનું ફરી 2000 રૂપિયા મોંઘું થયું... સર્વોચ્ચ સપાટી કરતા ચાંદી 21,000 સસ્તી

  • November 25, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક પરિવર્તનની વચ્ચે દેશમાં લગ્નગાળામાં પણ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. દેશની સોની બજારોમાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં વધુ એક વખત રૂ.૨૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. આજે મંગળવારે તા.૨૫ નવેમ્બરના રોજ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૨૦૩૪ વધીને રૂ.૧,૨૫,૩૪૨ પર પહોંચી ગયો છે તથા રાજકોટમાં જીએસટી સહિત ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૨૯,૧૯૨ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયો છે.


ચાંદીનો ભાવ રૂ.૧,૬૧,૭૨૯ પ્રતિ કિલો પર જોવા મળ્યો

આ ઉપરાંત જીએસટી સાથે ચાંદીનો ભાવ રૂ.૧,૬૧,૭૨૯ પ્રતિ કિલો પર જોવા મળ્યો, ત્યારે જીએસટી વિના ચાંદી રૂ.૩,૩૬૯ ઉછળીને રૂ.૧,૫૭,૦૧૯ પ્રતિ કિલો રેટથી ઉઘડ્યો હતો. સોમવારે જીએસટી વિના ચાંદી રૂ.૧,૫૩,૬૫૦ પ્રતિ કિલો અને જીએસટી વિના સોનું રૂ.૧,૨૩,૩૦૮ પ્રતિ ૧૦ ગ્રામ પર બધં થયો હતો. આજના દિવસે સોનું તેની ૧૭ ઓક્ટોબરની સર્વોચ્ચ સપાટી રૂ.૧,૩૦,૮૭૪ કરતા રૂ.૫,૫૩૨ સસ્તુ નોંધાયું છે.  ત્યારે ચાંદી તેની ૧૪ ઓકટોબરની સર્વોચ્ચ સપાટી રૂ.૧,૭૮,૧૦૦ કરતા રૂ.૨૧૦૮૧ સસ્તી થઈ ચુકી છે. સોના-ચાંદીના ભાવમાં દેશભરના વિવિધ શહેરોમાં રૂ.૧૦૦૦થી ૨૦૦૦નું અંતર જોવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application