નવરાત્રિના પર્વમાં સોનાના ભાવમાં તેજીનો દોર યથાવત રહ્યો છે. દશેરાના પહેલા વૈશ્વિક પરિબળોની અસરથી સોનાની કિંમતે સ્થાનિક બજારમાં નવો રેકોર્ડ સર્જયો છે. આજે 1 ઓક્ટોબરે સોનુ ફરી વખત તેની સર્વોચ્ચ સપાટી વટાવી ચૂક્યું છે. રાજકોટની સ્થાનિક બજારમાં 24 કલાકમાં ફરી રૂપિયા 800ના ઉછાળા સાથે સોનાના ભાવ 1,21,300ને પાર પહોંચ્યા છે. ક્યારે એમસીએક્સ કરતા સોનામાં 2 થી 3,000નો વધારો જોવા મળ્યો છે.
સલામતીની દ્રષ્ટિએ સોનાની માગ સતત વધી રહી છે
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બરની ડીલેવરી વાળા સોનાનો વાયદા ભાવ 535 રૂપિયા ઉછાળા સાથેને અત્યાર સુધીની સર્વોચ્ચ ટોચ 1,17,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ફેબ્રુઆરીના ડીલેવરીવાળા વાયદામાં સતત પાંચમા કારોબારી સત્રમાં તેથી યથાવત રહેતા 617 રૂપિયા કે 0. 52 ટકા વધીને 1,19,55 પ્રતિ 10 ગ્રામ સાથે નવી ટોચ પર પહોંચી ગયો છે. અમેરિકા સરકારના કામકાજ ઠપ થવાની આશંકા વચ્ચે રોકાણકારોમાં સલામતીની દ્રષ્ટિએ સોનાની માગ સતત વધી રહી છે.
વ્યાજ દરોને ઘટાડવાની આશાને વધુ જાગૃત કરી
અમેરિકન સેનેટ મંગળવારે 30 સપ્ટેમ્બરે ફંડ એક્સટેન્શન પાસ કરવામાં નિષ્ફળ રહી છે. જેથી ફેડરલ શટડાઉનની આશંકા વધી ગઈ છે. સરકારી કામકાજ ઠપ થતા નોન ફાર્મા પેરોલ ડેટા સહિત મુખ્ય આંકડાઓ જાહેર થવામાં મોડું થઈ શકે છે. આ સિવાય ભારતમાં તહેવારોના કારણે સોનાની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ઘરેલુ શેર બજારમાં નિરાશાની સ્થિતિ, અમેરિકન કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડાની આશા અને ડોલરની નબળી સ્થિતિના કારણે રોકાણકારો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં નબળા શ્રમ આંકડા એ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને ઘટાડવાની આશાને વધુ જાગૃત કરી છે.